CitySpotlight

શું તમે જાણો છો ચૈત્રી નવરાત્રિ ના નવ દિવસ કયા નવ દેવી ની પૂજા કરવી જોઈએ અને કઈ રીતે ?

વર્ષમાં કુલ ચાર નવરાત્રી હોય છે . અષાઢ , પોષ ચૈત્ર અને શરદ જેમાંથી બે નવરાત્રી પોષ અને અષાઢ ગુપ્ત નવરાત્રી છે , શરદ નવરાત્રી જે આસો મહિનામાં ઉજવાય છે અને ચૈત્રી નવરાત્રિને વસંત નવરાત્રી કે રામ નવરાત્રી પણ કહે છે . નવરાત્રી મુખ્યત્વે બે બદલાતી ઋતુઓને જોડાતો સમયગાળો હોય છે અને તે સમયે વૈજ્ઞાનિક રીતે શરીર ને નવી ઋતુ માટે તૈયાર કરવા ઉપવાસ કરવાનું શાસ્ત્રો માં સૂચન છે પણ ચૈત્રી નવરાત્રી ધાર્મિક મહાત્મ્ય પણ ખુબ છે.

ચૈત્ર નવરાત્રી એ સૌથી મહત્વ ની છે કારણકે એમાં દૈવી માતાના તમામ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, દરરોજ માતાના એક સ્વરૂપ ને પૂજવામાં આવે છે અને તેમને પ્રાર્થના કરી ને દરરોજ અલગ પ્રસાદ ધરાવવામાં આવે છે .

નવરાત્રી દિવસ 1 :પ્રતિપદા

દેવી : માતા શૈલપુત્રી (પર્વતની પુત્રી) પ્રસાદ : કેળા રંગ : લીલો

નવરાત્રી દિવસ 2

દેવી : માતા બ્રહ્મચારિણી પ્રસાદ : ગાયના દૂધમાંથી બનવેલ ઘી રંગ : ભૂરો

નવરાત્રી દિવસ 3 : ગૌરી તીજ કે સૌજન્ય તીજ

દેવી : માતા ચંદ્રઘંટા પ્રસાદ: માખણ રંગ : લાલ

નવરાત્રી દિવસ 4 : વરદ વિનાયક ચૌથ

દેવી : માતા કુષ્માંડા પ્રસાદ : સાકરીયા /ખડી સાકાર રંગ : કેસરી

નવરાત્રી દિવસ 5: લક્ષ્મી પંચમી

દેવી : મા સ્કંદમાતા પ્રસાદ : દૂધપાક રંગ : પીળો

નવરાત્રી દિવસ 6: યમુના છઠ્ઠ કે સ્કંધ શષ્ટિ

દેવી : માતા કાત્યાયની પ્રસાદ : માલપુઆ રંગ : ભૂરો

નવરાત્રી દિવસ 7: સપ્તમી

દેવી : માતા કાલરાત્રિ પ્રસાદ : મધ રંગ : જાંબલી

નવરાત્રી દિવસ 8 : દુર્ગાષ્ટમી /અન્નપૂર્ણા અષ્ટમી

દેવી : માતા મહાગૌરી પ્રસાદ : ગોળ ખોપરું રંગ : ગુલાબી

નવરાત્રી દિવસ 9 : નવમી

દેવી : માતા સિદ્ધિદાત્રી પ્રસાદ : ઘઉંનો શિરો રંગ : સોનેરી

શરદ નવરાત્રીની જેમ આમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે જેની સાથે ઘરની શુદ્ધિ પવિત્રતા અને સમૃદ્ધિ ની કામના કરવામાં આવે છે .

અખંડ જ્યોત કળશ પાસે મુકવામાં આવે છે , જેમાં ઘી નો દીવો કરવામાં આવે છે જે ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શાંતિ અને ઉજાસ ફેલાવવાનું પ્રતીક છે .ઘણા લોકો જ્વારા પણ ઉગાડે છે તેમજ દુર્ગા સપ્તશતીનું વાંચન કરવામાં આવે છે

કન્યાપૂજન : કન્યાપૂજન નવરાત્રીનો ખુબ મહત્વનો ભાગ છે . કુમારી કન્યાઓને ઘરે બોલાવીને તેમને દેવીમાં ના રૂપ તરીકે પુજાવમાં આવે છે , તેમને ફૂલ ,ઈલાયચી ,અત્તર, મીઠાઈ નવા કપડાં આપવમાં આવે છે . ત્યારબાદ તમેને ચણા પુરી અને શીરાનો પ્રસાદ ભોજનમાં અપાય છે .

નવરાત્રીના વ્રત માં નવ દિવસ સુધી ઉપવાસ કરવો આવશ્યક છે .

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.