CitySpotlight

જાણો શા માટે ઘરનો ઉંબરો પૂજવામાં આવે છે તેના રહસ્ય વિષે.

ભારત દેશએ બાકીના બધા જ દેશો કરતા આધ્યાત્મિકતાની બાબતે એકદમ જુદો પડે છે. કેમ કે, ભારતમાં જેટલો ભક્તિભાવ, આધ્યાત્મ, શાસ્ત્ર, દર્શન શાસ્ત્રનો અનોખો પ્રભાવ જોવા મળે છે એટલો પ્રભાવ બીજે ક્યાય પણ જોવા મળતો નથી.

યોગ, તથા વેદ, શાસ્ત્ર જેવી વિવિધ ભેટો ભારતે આખા વિશ્વને આપી છે. તે પૈકી માણસે કેમ તંદુરસ્ત, શિક્ષિત તથા જીવન નિર્વાહ કરવો તે સમજાવવામાં આવ્યું છે. મનું સ્મૃતિ નામના ગ્રંથમાં પણ માણસે કેવી રીતે જીવન જીવવું તેનું સંપૂર્ણ આલેખન કરવામાં આવ્યું છે.

માણસએ પોતાની નજીક રહેલી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો, કેટલીક વસ્તુનો સંગ્રહ કરવો, કેટલીક વસ્તુની પૂજા કરવી તે ઉપરાંત અમુક વસ્તુ ખાવી કે ના ખાવી એવું પણ હિંદુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે તે પણ વૈજ્ઞાનિક રીતે પુરવાર પણ થયું છે. તેવીજ રીતે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું ઉંમરાની પૂજા કરવા પાછળ શું લાભ થાય છે? તે વૈજ્ઞાનિક તથા ધાર્મિક દ્રષ્ટીએ શું શું મહત્વ ધરાવે છે? તો ચાલો જાણીએ જે નીચે મુજબ જણાવવામાં આવ્યા છે.

એમ માનવામાં આવે છે કે આપના ઘરનો ઉંમરો આપનું રક્ષણ કરે છે, આમ જોવા જઈએ ઉંમરાને લક્ષ્મણજી એ દોરેલી લક્ષ્મણ રેખા સાથે પણ સરખાવવામાં આવે છે તેનું કારણ એ છે કે, જેમ સીતાજીને પણ લક્ષ્મણજીએ ચેતવણી આપી હતી, તેવી જ રીતે ઘરમાં રહેલો ઉંમરો એ આજની સ્ત્રીને ચેતવણી આપે છે કે જો કોઈ અનિષ્ટ માણસો અવાજ આપે તો તેને જવાબ ઉંમરાની અંદર રહીને જ આપી દેવો, તે બોલાવે તો પણ બહાર ના જવું.

ઘરનો ઉંમરો સ્ત્રીમાટે ઘરના વડીલ જેવી ભૂમિકા ભજવે છે કેમ કે, પહેલા ઘરના ઉમરા સહેજ ઊંચા રાખવામાં આવતા, તો સામાન્ય રીતે તેને ઉંમરો ઓળંગવો એમ કહેવામાં આવતું, તો કોઈ સ્ત્રી ખરાબ કામ કરવા માટે ઉંમરો ઓળગતા પહેલા વિચાર કરી લેતી હતી, કે આનું પરિણામ શું આવશે? કારણ કે, તેને ખબર હતી કે આ ઉંમરાનું મહત્વ કેટલું છે તે…

કોઈ અજાણ્યો માણસ પહેલા ઘરે આવતો હતો તો પણ સ્ત્રી તેને ઘરમાં આવવા ના દેતી હતી, કેમ કે તે આવનારો માણસ કેવી પ્રકૃતિ ધરાવતો હતો તે ખબર ના હોય… જો સ્ત્રીને એમ લાગે કે આ કોઈ સજ્જન છે તો જ તેને ઘરમાં પ્રવેશ મળતો હતો. એટલે તે વખતે ઉંમરાનું મહત્વ ઘરના વડીલ જેવું ગણાતું.

પુરુષ જયારે સાંજે કામ કરીને ઘરે આવે ત્યારે તે પહેલા તેના પગ અને મોં ઘરની બહાર રહેલા બાથરૂમમાં ધોઈને જ ઘરમાં પ્રવેશ મળતો, કેમ કે એવું કહેવાતું કે પુરુષ દિવસ દરમિયાન ઘણા સારા અને ખરાબ લોકોને મળ્યો હોય, તો તે બધા લોકોની અસર ઘરમાં ખરાબ રીતે ના પડે એટલા માટે તે હાથ પગ ધોઈને જ ઘરનો ઉમરો ઓળગવાનો રીવાજ હતો.

પુરુષ ઘણી વખત કમાઈને ઘરમાં આવતો ત્યારે તેને પૂછવામાં આવતું કે આ કમાણી નીતિની જ છે ને? જો અનીતિની કમાણી હોય તો ઘરના ઉંમરાની બહાર જ મુકીને ઘરમાં આવજો, આમ ઘરના માલિક એવા પુરુષને પણ ઉંમરો વિચારવા મજબુર કરી દેતો હતો. સ્ત્રી ઘણી વખત ઉંમરાની પૂજા કરતી વખતે એમ પણ કહે છે કે, હે મારા ઘરના રખેવાળ એવા ઉંમરા મારા ઘરમાં હંમેશા નીતિનો રૂપિયો, મર્યાદા વાળી ઉત્તમ વાણી, મનમાં સંતોષ અને ઘરમાં શાંતિ સ્થાપિત કરજો. અને અનિષ્ટ તત્વો, લોભ, મોહ અને ક્રોધ જેવા તત્વો મારા ઘરમાં ના પ્રવેશે તેનો ખ્યાલ રાખજો. મારા ઘરે અતિથીનો સદાય વાસ રાખજો, સાધુ સંતો તેમજ સજ્જન વ્યક્તિઓથી મારા ઘરને સદાય મહેકતું રાખજો.

@City Spotlight

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.