CitySpotlight

જાણો ઘરે ઘરે બધા ની પ્રિય અનુપમા કેટલી લે છે એક એપિસોડ ની ફી, બીજા કલાકારો વિષે પણ જાણો..

સારાભાઈ વર્સીસ સારાભાઈ માં સહુની લાડલી મોનીશા એટલે કે રૂપાલી ગાંગુલી જ્યારે અનુપમા બનીને ટીવી સ્ક્રીન પર આવી તેણે અત્યાર સુધીની બધી જ લોકપ્રિય સિરિયલ ના રેકોર્ડ તોડી નાખ્યાં.

માત્ર સિરિયલ નો પ્લોટ, ઇમોશનલ ડાયલોગ જ નહી તેની ખૂબ પ્રભાવશાળી સ્ટાર કાસ્ટ પણ લોકો ના મન પર રાજ કરે છે. હાર્ટ થ્રોબ સુધાંશુ પાંડે પહેલી જ વાર નાના પડદે લીડ રોલ માં જોવા મળ્યો છે પણ તનો રોલ નેગેટિવ હોવા છતાં તે લોકોને ફેવરિટ છે.  તે સિવાય સમર એટલે કે પારસ કલાવાંત, પરિતોષ ના રોલ માં આશિષ મેહરોત્રા, ગુજરાતી કલાકાર અલ્પના બુચ, નિધિ શાહ કિંજલ ના રોલ માં , અનઘા ભોંસલે નંદિની તરીકે અને મુસ્કાન બામને અનુપમા ની દીકરી પાંખી નો રોલ કરે છે. સિરિયલ ની બે ખૂબ જ સુંદર નેગેટિવ રોલ કરતી અભિનેત્રી કાવ્યા મદાલસા શર્મા અને રાખી દવે નું પાત્ર તસનીમ શેખ ભજવે છે. ‘અનુપમા ‘ માં દરેક કલાકારો એ આ શોમાં પોતાની સૌથી શ્રેષ્ઠ આવડત નો પરચો આપ્યો છે. તો એ માટે કેટલા રૂપિયા મેળવતા હશે એ વિચાર સહુને થાય!તો જાણો કોણે કેટલી મળે છે પર એપિસોડ ફી?

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ રૂપાલી ગાંગુલી જે શો નો મુખ્ય ચહેરો છે તે હાઈએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે. દર એપિસોડ રૂપાલી ને 60000 રૂ સેલેરી મળે છે. ત્યારબાદ સુધાંશુ પાંડે 50000 પર એપીસોડ અને કાવ્યા ને 30000 મળે છે. આશિષ અને પારસ જે અનુપમા ના દીકરા ઓ બન્યા છે તેમને 33000 ની આસપાસ મળે છે. મુસ્કાન અને તસ્નીમ અને અનઘા ને 25000 એક એપિસોડ દીઠ મળે છે. બાકીની સ્ટાર કાસ્ટ જેમ કે બાપુજી, ડોલી  એક એપિસોડ દીઠ 25000 મેળવે છે.

હાલમાં રૂપાલી ગાંગુલી ને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તે ક્વોરન્ટીન છે, સુધાંશુ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમ છતાં તે વિડિયો કોલ થી અમુક સીન માં ભાગ લે છે. લોકો અનુપમા ને એટલો પ્રેમ કરે છે કે તેને ખૂબ મિસ કરી રહ્યા છે.જોકે તેને ખૂબ ગંભીર લક્ષણ ના હોવા છતાં તે ક્વોરેન્ટાઇન નો સમય પૂરો કરીને શૂટિંગ શરૂ કરશે.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.