CitySpotlight

કયા છે ટી.વી. ના TOP 5 શો ? સૌથી લોકપ્રિય સીરીઅલ નીકળી ગઈ રેસ માંથી બહાર!!

TVTRP

 ટેલિવિઝનની દુનિયામાં અત્યારે સૌથી વધારે જો કોઈ શો રાજ કરી રહ્યું છે તો છે સીરીયલ અનુપમા. અનુપમા સતત 10 અઠવાડિયાથી વધુ વખત નંબર વન શો છે. આ અઠવાડિયે આવેલા BARC ના રિપોર્ટમાં Week 13 TRP ડેટા પ્રમાણે અનુપમા #Anupamaa 3.9 સાથે નંબર વન પર છે. તે પછી સ્ટાર પ્લસનો શો ઈમલી #Imli 2.8, સાથ નીભાના સાથીયા #saathnibhnasathiya અને ગુમ હે કિસિકે પ્યાર મે #ghumhekisikepyaarme મે 2.7 સાથે ત્રીજા અને ચોથા ક્રમાંક પર છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 2.6 ટી આરપી સાથે પાંચમા  સ્થાને છે.

આ અઠવાડિયે એક માત્ર સ્ટાર પ્લસ નો ટીવી જગત માં દબદબો રહ્યો છે.

બીજી ચેનલો ની વાત કરીએ તો કલર્સ ટીવી માં નવી શરૂ થયેલી ઉડરિયા
#Udaariyan
0.8 , છોટી સરદારની #ChotiSarrdaarni 1.6, શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી #ShaktiAstitvaKeEhsaasKi 1.5, બેરિસ્ટર બાબુ #BarristerBabu 1.6, નમક ઇશક કા #NamakIsskKa 1.5 પીંજારા ખુબસુરતી કે #PinjraKhoobsurtiKa 1.2, મોલકી #Molkki 1.4, બાવરા દિલ #BawaraDil 0.8 તેમજ ડાન્સ દીવાને ડાન્સ #DanceDeewane3 1.5 TRP નોંધાઈ હતી .

ઝી ટીવી નો શો કુંડળી ભાગય જે ટોપ 2 માં રહેતો હતો તે હવે ટોપ 5 ની બહાર છે પણ તેની TRP 2.6 છે ત્યારબાદ કુંકુમભાગ્ય 1.8 અને ક્યુ રિશ્તો મેં કટ્ટી બટી 1.2 પર છે .

સોની ટીવી પર પુણ્ય શ્લોક અહિલ્યાબાઇ #PunyaShlokAhilyaBai 1.2, બંને રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ #IndianIdol 2.3 અને #SuperDancerChapter4 2.5 નું પરફોર્મન્સ સારું રહયું છે.

રિયાલિટી શૉ માં કલર્સ નો ડાન્સ દીવાને જેમાં માધુરી દીક્ષિત , તુષાર અને ધર્મેશ જજઃ તરીકે છે તેને પણ લોકો પસંદ કરી રહ્યા છે અને તેની TRP 1.5 છે .

સ્ટારપ્લસ ના બીજા શોઝ માં નવી શરુ થયેલી ત્રણે સીરીયલ ની TRP આ પ્રમાણે છે .
#AapkiNazronNeSamjha 0.9 #MehndiHaiRachneWali 1.1 #ShauryaAurAnokhiKiKahani 1.2

ટીવી ના સૌથી લોકપ્રિય શો તારકમહેતા કે ઉલ્ટા ચશ્માની TRP સતત ઘટીને 1.9 થઇ છે . થોડા દિવસ પેહલા ટ્વિટર ઉપર ઘણા ફેન્સ ડિરેક્ટર ને દયાના પાત્રને જીવંત કરવા માટે વિંનતી કરતા જોવા મળ્યા હતા .

આ હતી ઇન્ડિયન ટૅલિવિઝન શોઝ ની WEEK 13 ની TRP રિપૉર્ટ . આ અઠવાડીયે ઘણા ટીવી સ્ટાર્સ ને કોરોના થયો હોવાથી બધી જ સીરીઅલ માં બ્રેક લાગી ગયો છે , જેમાં અનુપમાં નો પણ સમાવેશ છે તો હવે કયો શૉ આવનારા સમય માં દર્શકો ને જકડી રાખશે એ જોવું રસપ્રદ રેહશે .

કમેન્ટ માં તમારા ગમતા શૉ વિષે તમારો અભિપ્રાય જણાવો. તેમજ ક્યાં શૉ ની TRP માટે તમે ઉત્સુક રહો છો તે પણ જણાવો.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.