બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી વખત માતા બન્યા બાદ ત્યારથી ન તો તેમના પુત્રની તસવીર સામે આવી છે અને ન તો ચાહકોને તેના પુત્ર વિશે બીજી કોઈ માહિતી મળી રહી છે. ચાહકો કરીના કપૂરના બીજા પુત્રનું નામ પણ જાણી શક્યા નહીં. પણ તાજેતરમાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્રનું નામ બહાર આવ્યું છે. તૈમૂરના નાના ભાઈને કયા નામથી ઓળખવામાં આવશે, તે ખુદ કરીનાના પિતા રણધીર કપૂરે જાહેર કર્યું છે.
અહેવાલો અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્રનું નામ જેહ અલી ખાન છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને તેમના નાના પુત્રનું નામ જેહ રાખ્યું છે. જો કે આ દંપતીએ હજી સુધી તેમના નાના પુત્રની તસવીર શેર કરી નથી. તેમનો પેહલો પુત્ર તૈમૂર અલી ખાન લાઈમલાઇટમાં રહેતા સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ છે.
પોતાના પૌત્રનું નામ જાહેર કરતાં રણધીર કપૂરે કહ્યું, હા, કરીના અને સૈફે તેમના નાના પુત્રનું નામ જેહ રાખ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે એક અઠવાડિયા પહેલા જ બંનેએ નાના પુત્ર માટે આ નામ નક્કી કર્યું છે.
નોંધનીય છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર મોટા પુત્ર તૈમૂરનું નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ થયા હતા.
બીજી તરફ કરીના કપૂરના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે. બીજી બાજુ, સૈફ અલી ખાન ભૂત પોલીસ ફિલ્મમાં જોવા મળશે અને તાજેતરમાં જ તેની ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.
Add comment