આજે પૃથ્વી દિવસ(Earth Day) છે. 1970 થી આપણે દર વર્ષે તેની ઉજવણી કરીએ છીએ. તેનો હેતુ પર્યાવરણ સુરક્ષાના મુદ્દે લોકોને જાગૃત કરવાનો છે. આ વર્ષની થીમ છે ‘Restore our Earth’ એટલે કે આપણી પૃથ્વી નો જીર્ણોદ્ધાર.
તો આ વખતે આપણે સૌ પ્રથમ પૃથ્વીની કેટલીક તસવીરો જોઇશુ અને એ દ્વારા જાણીશું કે આપણી ધરતી કેટલી સુંદર અને અનોખી છે. આ એવી તસવીરો છે જે જોઈને મોટાભાગના લોકોન સ્તબ્ધ થઇ જાય છે. આ સુંદર તસવીરો અને અજાયબી તમને પૃથ્વીને બચાવવા ના પ્રયત્નો કરવા પ્રેરણા આપશે
પૃથ્વીના 10 આશ્ચર્યજનક દૃશ્યોની તસવીરો
એરિઝોના ની ધી વેવ (Arizona THE WAVE )
આ દ્રશ્ મંગળ ગ્રહ નું નહીં પરંતુ અમેરિકાના એરિઝોનામાં રેતાળ ખડકો ધ વેવનો છે. લગભગ 19 મિલિયન વર્ષો પહેલા જુરાસિક યુગમાં રેતીના ટેકરાઓ સંકુચિત બની પથ્થરશીલાઓ બની હતી. આ પથ્થરો પર પવનના પ્રવાહ અને વરસાદના ધોવાણને કારણે આ શિલાઓની રચના થઈ છે.
તુર્ક પામકુલ્લે (TURKEY PAMUKKALE )
આ સફેદ બરફના પર્વતના ખેતર નથી, પરંતુ પામુકલે, તુર્કી છે. ટર્કીશમાં તેનો અર્થ રૂ નો કિલ્લો છે. અહીંના પર્વતો એકદમ સફેદ ચૂનાના પત્થરથી બનેલા છે. કેલ્શિયમ થી સમૃદ્ધ કુદરતી સ્ત્રોતોમાંથી વહેતા પાણીને લીધે આ લાંબી સફેદ ટેકરીઓ ખેતર ને મળતી આવે છે. રોમન લોકોએ આ પર્વતોની ઉપર હિરાપોલિસ નામનું નાનું શહેર બનાવ્યું.
ડ્રેગન બ્લડ ટ્રી (Dragon Blood Tree )
આ કોઈ ડાયનાસોર કાળના ફિલ્મનું દૃશ્ય નથી, પરંતુ આપણી ધરતીનું છે. અરબી સમુદ્રમાં યમનના સુકુત્રા ટાપુઓ પર છત્ર આકારના મોટા ઝાડ જોવા મળે છે. તેને આ નામ તેની પાસેથી નીકળતી જાડા લાલ રેઝિનને કારણે પડ્યું. તેનો ઉપયોગ ગર્ભપાત માટે થાય છે. રોમનો અને ગ્રીક લોકો તેનો ઉપયોગ ઘાને મટાડવા માટે કરતા હતા.
લેન્ટીકુલર ક્લાઉડ (Lenticular clouds )
આશ્ચર્ય ન કરો, આ કોઈ અન્ય ગ્રહો ના લોકોનું યાન અથવા યુએફઓ નહીં, પણ વાદળો જ છે. આને લેન્ટિક્યુલર વાદળો કહેવામાં આવે છે. જ્યારે ડિસ્કના આકારમાં વાદળોના સ્તરની ઉપર બીજો સ્તર રચાય છે ત્યારે આવા દ્રશ્યો જોવા મળે છે. આ વાદળો સ્થિર હોય છે અને સામાન્ય રીતે વાતાવરણનો સૌથી નીચો સ્તર, ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં રચાય છે. લોકો આ વાદળોને ઘણીવાર ઉડતી રકાબી તરીકે વિચારે છે.
માડાગાસ્કર ના બાઓબાબ વૃક્ષ (Baobab tree )
હિંદ મહાસાગરમાં ઉત્તર આફ્રિકાથી આશરે 400 કિમી દૂર મેડાગાસ્કરમાં બાઓબાબ ઝાડ જોઈને આપણને બીજા ગ્રહ પર આવી ગયા હોવાનો અનુભવ કરાવે છે. લગભગ 2800 વર્ષ જુના, આ વૃક્ષો 30 મીટર સુધીની ઉંચાઈ ધરાવે છે. આ વૃક્ષો મેડાગાસ્કરના ગાઢ ઉષ્ણકટિબંધીય જંગલોની બચેલી સમૃદ્ધિ છે.
લેપલેન્ડ (LAPLAND in Finland )
આ કોઈ વિશાળ પ્રાણીની ગરદન નથી પરંતુ બરફથી ઢંકાયેલ વૃક્ષ છે. યુરોપિયન દેશ ફિનલેન્ડના ઉત્તરીય ક્ષેત્રને લેપલેન્ડ કહેવામાં આવે છે. અહીં ખૂબ બરફ પડે છે કે તેનાથી ઊંચા ઊંચા દેવદારના ઝાડ પણ ઢંકાઈ જાય છે. ઇલેક્ટ્રો-ચુંબકીય કારણોને લીધે લેપલેન્ડના આકાશમાં લીલો પ્રકાશ દેખાય છે, જેને ઓરોરા કહેવામાં આવે છે.
અરોરા જાદુઈ લાઈટ્સ
આ કોઈ લાઇટ શોનું દ્રશ્ય નથી, પરંતુ ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક આકાશમાં રંગીન લાઇટ્સ જોવા મળે છે. તેમને ઓરોરા અથવા પોલર લાઈટ્સ પણ કહેવામાં આવે છે. આ પ્રકાશ સૌર પવનને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતી વિક્ષેપને કારણે ઉત્પન્ન થયેલ કુદરતી ફીનોમિના છે
મેક્સિકો સીનૌટી (Mexican Cenotes)
આ સિનોટી, મેક્સિકો છે. આ ચૂનાના પત્થરોના કુદરતી પતન(ઢગલો) દ્વારા રચાય છે. તેમાં ઉપર એક કાણાંવાળી છત તૈયાર થઇ જાય છે અને તળિયે સ્વચ્છ ભૂગર્ભ જળ ભેગું થાય છે. સિનોટી નો ઉપયોગ મેક્સિકોની પ્રાચીન મય સંસ્કૃતિમાં પાણીના સ્ત્રોત તરીકે થતો હતો.
અવતાર હાલેલૂઈયા (Avatar Hallelujah)
આવતાર ફિલ્મ તો યાએ દ હશે જ . તેમાં જે બતાવે છે એ આ સીધા સીધા થાંભલા જેવા ઉભા પહાડ છે.આ દૃશ્ય ચીનના ઝાંગજિયાજી નેશનલ ફોરેસ્ટ પાર્કનો છે. આ રેતીના પથ્થરો થી બનેલા ખડકો માં આ સૌથી વધુ શિખર 1080 મીટર ઊંચાઈ ધરાવે છે. 2010 માં અવતાર ફિલ્મના કારણે શિખરનું નામ ‘પર્વત અવતાર હલેલુજાહ’ રાખવામાં આવ્યું હતું.
જવાળામુખી ની વીજળી
આ દૃશ્ય બીજા ગ્રહ પર ફેલાયેલ જ્વાળામુખીનો નથી, પણ પૃથ્વીનો જ છે. તેમાં ફાટતા જ્વાળામુખી પર વીજળી પડતી જોવા મળી છે. આ વીજળી કોઈ વાવાઝોડાને કારણે પડી નથી, પરંતુ જ્વાળામુખીમાંથી રાખમાં રહેલા પોસીટીવ ચાર્જ કણોને કારણે છે. આ દૃશ્ય તાજેતરમાં ફિલિપાઇન્સમાં ટલ્લા જ્વાળામુખી ફાટવા દરમિયાન જોવા મળ્યું હતું.
Add comment