ગુમ હૈ કિસી કે પ્યાર મે સીરિયલમાં વિરાટ તેના પોલીસ ઇન્સ્પેકટર સિનિયર ની દીકરી સઈ સાથે જબરદસ્તી લગ્ન કરે છે પણ કેટલાક સમયથી તે સઇ ને ચાહવા લાગ્યો છે. અને તે બંને ની જોડી દર્શકો ને ખુબ પસંદ છે. સઈ અને વિરાટ ના ફેન્સ તો તેમને #SAIRAT કેહવા લાગ્યા છે .પણ હવે જે વાત બહાર આવી છે એ બધા જ ફેન્સ માટે ચોકાવનારી છે.
વિરાટ છેલ્લા એક વર્ષ થી તેના જ શોની કો એક્ટર સાથે પ્રેમમાં હતો અને થોડા સમય પહેલાં જ વિરાટે તેના પરિવારજનોની હાજરીમાં તેની પ્રિયતમ સાથે રોકા સેરેમની કરી લીધી છે અને તે બીજું કોઈ નહીં પણ તે છે શો માં બનેલી વિરાટ ની ભાભી અને તેની એક્સ ગર્લફ્રેન્ડ પત્રલેખા એટલે કે પાંખી.
શોમાં વિરાટ અને પાંખી એકબીજાના એક્સ લવર તરીકે બતાવ્યા છે અને વિરાટ સઈ સાથે જીવનમાં આગળ વધી રહ્યો હોવાનું દર્શકો જોઈ રહ્યા છે.પરંતુ વિરાટ અને પાખી ની રીયલ લાઈફ લવ સ્ટોરી તેમના અલગ થવા ના ખૂબ પહેલા શરૂ થઈ ગઈ હતી. વિરાટ એટલે કે નીલ ભટ્ટ તેની કો એક્ટર ઐશ્વર્યા શર્મા એટલે કે પાંખી સાથે શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યો હતો અને ગયા ઓક્ટોબર મહિના થી તેની સાથે રિલેશનશિપમાં હતો. આખરે બંને પાખી ના હોમ ટાઉન મધ્યપ્રદેશમાં રોકા સેરમની કરી લીધી છે.
વિરાટ -પાંખી રોકા સેરેમની (વીડિયો )
નીલને આ બાબતે પૂછવામાં આવતા દિલ કહે છે કે તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી સાથે શૂટિંગ કરી રહ્યા હતા અને શુટિંગ દરમિયાન તે બંને વચ્ચે મિત્રતા થઈ. તે એકબીજાની કંપની પસંદ કરતા હતા અને એ રીતે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. તે કહે છે કે ‘અમે બંને અમારા રિલેશનશિપને લઈને ખૂબ સિરીયસ હતા. અમે આપોઆપ જ એકબીજા માટે ફીલ કરતા હતા, અમે ક્યારે એકબીજાને પ્રપોઝ કર્યું નથી પરંતુ અમે આપમેળે જ એકબીજાના પ્રેમમાં પડી ગયા.’
પાખી એટલે કે એશ્વર્યા પણ નીલ સાથે રિલેશનશિપ માં હોવાથી પોતાને ખૂબ નસીબદાર સમજે છે તે કહે છે કે ‘અમે બંને ખૂબ મહેનતુ અને મસ્તીખોર છે. અમે બંને જીવનમાં એક સરખી વસ્તુઓને એક સરખી રીતે એન્જોય કરી શકીએ છીએ જેમ કે અમે બંને ડાન્સર છીએ. અને સૌથી મહત્વનું છે લવ અને અંડરસ્ટેન્ડિંગ જે અમારી વચ્ચે ખૂબ વધારે છે.’
નીલ કહે છે કે ‘અમે સેટ પર એક સાથે હોઈએ છીએ પરંતુ અમે માત્ર શોની વાત કરતા નથી તમે એક સાથે બેસીને કોઇ પણ ટોપિક પર વાત કરી શકીએ છે,અમારે સાથે સમય ગાળવા બહાર જવાની જરૂર પડી નથી.અમે એક જ સોફા પર બેસીને કલાકો સુધી એકબીજા સાથે વાતો કરી શકીએ છીએ.’
સિરિયલ માં તો પાંખી અને વિરાટ ના લગ્ન થઇ શક્યા નહીં પણ રિયલ લાઈફ માં તે બને આ વર્ષ માં લગ્ન કરી લેવાનું આયોજન કરી રહ્યા છે !!
Add comment