ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા માટે ઘરેલું ઉપચાર.
કાળા ડાઘ અને ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે, તમે વિવિધ પ્રોડક્ટ્સ પર હજારો રૂપિયા ખર્ચી નાખો છો પરંતુ તેમ છતાં પણ કોઈ ફરક પડતો નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક ઘરેલૂ ઉપાયોનો ઉપયોગ કરીને તમે કાળા ડાઘને સરળતાથી દૂર કરી શકો છો. આવો અમે તમને ડાર્ક સ્પોટથી છુટકારો મેળવવા માટે કેટલીક એવી ટિપ્સ જણાવીએ.
1) લીંબુ નો રસ
લીંબુના રસની એસિડિટી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને ચહેરાના વિવિધ રંગોને બહાર કાઢે છે. આ માટે દિવસમાં બે વાર કોટન બોલથી લીંબુનો રસ લગાવો. જો કે, જો તમારી ત્વચા લીંબુના રસ પ્રત્યે સંવેદનશીલ નાં હોય તો પ્રથમ પરીક્ષણ કરો.
2) કુંવરપાઠુ
એલોવેરાના પાનને ચહેરા પર લગાવો. તેમાં રેહતાં એન્ટી ઓક્સિડન્ટ તમારી ત્વચા માટે સારા છે.
3) બટાકા
બટાકાની સ્લાઇસ કાપો અને પછી તેને નિશાન પર મૂકો. થોડીવાર પછી હુંફાળા પાણીથી ધોઈ લો. તમે બટાકાને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. આ ફોલ્લીઓ પણ ઘટાડે છે.
4) ડેરી ઉત્પાદન
દહીં અથવા છાશ જેવા ઉત્પાદનોમાં રહેલા એસિડ ત્વચાને નિખારે છે. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો.
ચાર ચમચી છાશમાં બે ચમચી ટમેટાનો રસ ઉમેરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ લો.
5) હળદર
બે ચમચી, થોડું દૂધ અને લીંબુનો રસ મિક્સ કરીને ફોલ્લીઓ પર લગાવો. થોડીવાર પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
Add comment