પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અગાઉ વર્ષ 2016 માં તેણે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે પીવી સિંધુ બે ઓલિમ્પિક મેડલ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.
આવો પીવી સિંધુ ના સફર પર એક નજર નાખીએ
પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ, 1995 ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો, તેમના બંને માતા પિતા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી હતા.
પુલેલા ગોપીચંદને બેડમિન્ટન રમતા જોતા પીવી સિંધુની પ્રેરણા મળી અને આઠ વર્ષની ઉંમર તેમને શિખવાનું શરૂ કર્યું.
2009 માં, પીવી સિંધુએ સબ-જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને એક વર્ષ પછી, તેણે ઈરાનમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં સિંગલ્સ સિલ્વર જીત્યો હતો.
2014 માં તેની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ (CWG) માં, પીવી સિંધુએ મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ પછી, ગોલ્ડ કોસ્ટમાં 2018 CWG માં, તેણીએ અનુક્રમે સિંગલ્સ અને મિશ્ર ટીમ બેડમિન્ટન સ્પર્ધાઓમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ જીત્યો. જોકે, તેની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ રિયો 2016 માં સિલ્વર મેડલ છે.
પીવી સિંધુ ને અનેક પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવી છે.
1- જાન્યુઆરી 2020 માં, પીવી સિંધુને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર- પદ્મ ભૂષણ આપવામાં આવ્યો.
2- માર્ચ 2015 માં, સિંધુને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
3- ઓગસ્ટ 2016 માં, તેમને ભારતના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્નથી નવાજવામાં આવ્યા.
4- સપ્ટેમ્બર 2013 માં, પીવી સિંધુને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Add comment