શરીર હંમેશાં સ્વસ્થ રહે તે માટે તમારા ફેફસાં સારી રીતે કાર્ય કરે તે જરૂરી છે. ફેફસાંમાંથી ફિલ્ટર થયા પછી જ તમારા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. આવી સ્થિતિમાં ફેફસા ની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા ફેફસાં યોગ્ય રીતે કામ નહીં કરે તો તમારે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ક્ષય રોગ, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે.
હાલમાં કોરોના વાયરસ જેવા ભયંકર રોગ સામે લડવા માટે પણ ફેફસા મજબુત હોવા જરૂરી છે.ફેફસાંને સ્વસ્થ રાખવા માટે તમારે એવી વસ્તુઓ આહારમાં લેવી જરૂરી છે, જે વિટામિન અને ખનિજોથી ભરપુર હોય છે. પરંતુ ઘણી વખત એવી વસ્તુઓ ખાતા હોઈએ છીએ જેનાથી ફેફસાને નુકસાન પહોચે છે.
આલ્કોહોલ
વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી તમારું યકૃત અને ફેફસાં બગડે છે. આલ્કોહોલમાં સલ્ફાઇટ હોય છે તો તે અસ્થમા નું કારણ પણ બની શકે છે અને ફેફસા ને નુકસાન કરે છે. જો તમે ફેફસાના રોગથી પીડાતા હો તો આલ્કોહોલનું સેવન ઓછું કરવું વધુ સારું છે. બીજી બાજુ વાઇન ફેફસા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
સોફ્ટ ડ્રિંક્સ
જો તમે વિવિધ પ્રકારના સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરો છો તો આજે જ બંધ કરો કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં 5 થી વધુ વાર આવું પીવે છે, તો તેને જલ્દી જ બ્રોન્કાઇટિસની સમસ્યાનો સામનો કરવો પડશે.બાળકો અસ્થમાના ભોગ બની શકે છે.
મીઠું (salt )
જો તમે મીઠાનું સેવન વધુ કરો છો, તો તે તમારા ફેફસા માટે જોખમી બની શકે છે. વધુ મીઠાવાળા આહારને લીધે તમને અસ્થમા ના લક્ષણો દેખાશે. તેથી ઓછામાં ઓછું મીઠું લેવું સારું છે. ડોકટરોના જણાવ્યા મુજબ એક દિવસમાં 1500 થી 2300 મિલીગ્રામ મીઠું ખાવું જોઈએ.
ફાઈબરયુક્ત શાકભાજી
એસિડિટીને કારણે પણ તમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જેની ફેફસાં પર ખરાબ અસર પડે છે. તેથી કોબી, બ્રોકલી વગેરેનું વધુ સેવન ન કરવું જોઈએ. તે ઉચ્ચ માત્રામાં ફાઇબર અને ન્યુટ્રિઅન્સ ધરાવે છે પણ ગેસ ઉત્પન્ન કરે છે.
તળેલી વાનગીઓ
તળેલા ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. આના વધુ પડતા સેવનથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સાથે તે સ્થૂળતાનું કારણ બનશે. જેના કારણે ફેફસા પર ખરાબ અસર કરશે. કોલેસ્ટેરોલને વધારીને અનિચ્છનીય ચરબી હૃદયની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
Add comment