સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થયેલી પોસ્ટ, જેમાં 18 વર્ષથી વધુની મહિલાઓને માસિક ચક્રના પાંચ દિવસ પહેલા અને તેના 5 દિવસ પછી કોરોના વાયરસ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે તે વ્યક્તિની “રોગપ્રતિકારક શક્તિ ” ને નબળી કરી શકે છે.
તેમ છતાં, અમે ઘણા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી, જેમણે ફક્ત વાયરલ દાવાને જડબાતોડ જવાબ આપ્યો અને સાથે ઉમેર્યું, “જો કોઈ સ્ત્રી ‘બેબી-પ્લાનિંગ’ ન કરતી હોય ત્યાં સુધી, પીરિયડ દરમિયાન, પછી અને તે પહેલાં રસી લે તો કોઈ સમસ્યા નથી. આને કારણે તમારા રસીકરણને રોકશો નહીં. ”
દાવા
વાયરલ પોસ્ટ માંનો મેસેજ દાવો કરે છે કે જ્યારે કોઈ સ્ત્રી પીરિયડ્સ માં હોય છે ત્યારે તેની ઈમ્યુનિટી “ખૂબ ઓછી” હોય છે. તેથી, તે સ્ત્રીઓને માસિક ચક્રના પાંચ દિવસ પહેલાં અને પછી રસી ન લેવાની વિનંતી કરે છે.
રસીનો ડોઝ પહેલા રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે, પછીથી તે રોગપ્રતિકારક શક્તિ બનાવે છે, તેથી પીરિયડ્સ દરમિયાન રસી લેનાર વ્યક્તિ પર વાઇરસનો હુમલો થવાનું જોખમ વધારે છે. તેવું મૅસેજ માં લખેલું છે .
ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વિટર પર સમાન દાવા સાથે વાયરલ કરેલી તસવીર શેર કરી છે જે અહીં નીચે અટેચ કરી છે .
શું છે હકીકત ?
વાયરલ મેસેજ પર ઘણા દાવા કરે છે, જેમકે ઈમમુનિટી ઘટે છે , તેનો આધાર પિરિયડ્સ પર પણ છે , અને જ્યારે કોઈ માસિક ચક્રની નજીક હોય છે ત્યારે રસીકરણ ની આડઅસર વગેરે .ચાલો દાવાઓનું એક પછી એક વિશ્લેષણ કરીએ .
દાવો 1: ઇમ્યુનિટી પર પીરિયડ્સનો પ્રભાવ
દેશ અને દુનિયાભરના ગાયનેકોલોજિસ્ટે વાયરલ પોસ્ટ માં કરવામાં આવતા દાવાઓને સંપૂર્ણપણે નકાર્યા છે .
ડો મુંજાલ કાપડિયા, ગાયનેક, નમઃ હોસ્પિટલ જણાવે છે કે
“પ્રથમ, પીરિયડ્સની અસર વ્યક્તિની ઈમ્યૂનિટી પર થતી નથી. તમે તમારા પીરિયડ્સ દરમિયાન પણ રસી લઈ શકો છો. પીરિયડ્સની રસી પર કોઈ અસર થતી નથી. હર કોઈએ વહેલી તકે રસી લેવી જોઈએ. તમે તમારી રસી માત્ર એટલા માટે વિલંબિત નહીં કરશો કારણ કે તમે તમારા પીરિયડ્સ માં છો. ”
ડો અનિજા , ગાયનેક, ફોર્ટિસ પણ આ જ વાત કરે છે “જો કોઈ સ્ત્રી પીરિયડ્સ દરમિયાન, પછી અને તે પહેલાં રસી લે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી, સિવાય કે તે બાળક માટેની યોજના બનાવી રહી હોય. આને કારણે તમારું રસીકરણ રોકો નહીં.”
એસએલજી હોસ્પિટલોના સલાહકાર ગાયનેકોલોજિસ્ટ ડો.સુવર્ણા રાય આ વાતને મિથ ગણાવી હતી.
દાવો 2: વેકસીન રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે
પેહલા જ જણાવ્યું તેમ આ ખોટો દાવો છે કે COVID -19 રસીઓ એક વ્યક્તિની રોગપ્રતિરક્ષા ઘટે છે.
કોઈપણ રિસર્ચ રિપોર્ટ નથી કે જેમાં જણાવ્યું હતું કે રસી લીધા પછી પ્રતિકારક શક્તિ ઓછી થઈ છે.
ડૉ જેકબ ટી જ્હોન, વાઇરોલોજી એડવાન્સ રિસર્ચ ICMR સેન્ટર ભૂતપૂર્વ વડા અગાઉ જણાવ્યું હતું કે દાવો સંપૂર્ણપણે ખોટો છે.
“કેટલાંક સંશોધન અહેવાલો બહાર આવ્યા છે કે રસી સંપૂર્ણપણે અસરકારક નથી, પરંતુ તેનાથી શરીરમાં ચેપ થવાની સંભાવના ઓછી થાય છે, અને જો વ્યક્તિને ચેપ લાગ્યો નથી, તો પછી COVID-19 નું જોખમ પણ ઓછું થાય છે. રસીની પ્રથમ માત્રા લીધા પછી શરીરની પ્રતિરક્ષા ઓછી થાય છે તેવો દાવો એકદમ ખોટો છે. ”
સરકારે આ પહેલા 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી આપવાની મંજૂરી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને તે દરમિયાન આપણે ખોટી માહિતી ફેલાવી રહ્યા છીએ. આ એક એવો દાવો છે જેનો ડેટા કે પુરાવા દ્વારા સમર્થન નથી
વધુમાં, ન તો આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય કે ન તો રસી ઉત્પાદકો – ભારત બાયોટેક (કોવાક્સિન) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ (કોવિશિલ્ડ) દ્વારા કોઈએ વિરોધાભાસી સ્ટેટમેન્ટ આપ્યા નથી .
Add comment