દિલ્હીમાં આજે સવારે આનંદવિહાર બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ઉપર લગભગ 5000 જેટલા પ્રવાસીઓ ભેગા થઇ ગયા હતા . દિલ્હીમાં ગઈ કાલે ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું હતું . જે ગઈ કાલે રાત્રે 10 વાગ્યા થી સોમવાર સવારે 5 વાગ્યા સુધી ચાલશે . કેજરીવાલે બધી જ જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન ખુલી રહેશે અને વ્યવસ્થા જળવાશે એમ બાંહેધરી આપી હતી.
છતાં આજે સવારે ખુબ મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ અને મજૂરો દિલ્હીથી પોતાના વતન જવા માટે બસ સ્ટેશન પર એકઠા થઇ ગયા હતા .

જોકે ગઈ કાલે અરવિંદ કેજરીવાલે હાથ જોડીને સૌને વિનંતી કરી હતી કે આ એક ખુબ નાના સમયગાળાનું લોકડાઉંન છે અને સરકાર નો પૂરો પ્રયત્ન છે કે તેને લંબાવવું નહિ પડે તેથી કોઈ દિલ્હી છોડી ને જવાની જરૂર નથી . છતાં કેજરીવાલ ઉપર દિલ્હી નો કામગાર વર્ગ વિશ્વાસ મૂકી શક્યો નહિ તે સ્પષ્ટ દેખાય છે


દિલ્હીમાં એક જ દિવસ માં 25000 થી વધુ કેસ નોંધાતા 19 એપ્રિલ ના રોજ મંત્રીમંડળ માં નિર્ણય લેવાયો કે દિલ્હીમાં આરોગ્ય તંત્ર ખોરવાય નહિ તે હેતુ થી એક વીક નું લોકડાઉન આવશ્યક છે. આ લોકડાઉન નો હેતુ કોરોના સંક્રમણ ની ચેઇન તોડીને તેને ફેલાતો અટકાવવાનો હતો. પણ જે રીતના દ્રશ્યો બસ સ્ટેશન , રેલવે સ્ટેશન અને હાઈવે પર સર્જાયા છે તે જોતા સંક્રમણ વધુ ફેલાશે તેમજ દિલ્હી માંથી બહાર જનાર લોકો બીજા રાજ્યોમાં પાન ચેપ ફેલાવશે .

આજ ઘટના ક્રમ 2020 માં પણ થયો હતો છતાં સરકાર તેના શહેરમાં કામ કરતા લોકોમાં વિશ્વાસ અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે . ગઈ કાલે કેજરીવાલે કહ્યું હતું “મેં હું ના , મુઝપે ભરોસા રાખો “.પણ એકવાર લોકડાઉન માંથી પસાર થઈ ચુકેલી પ્રજાને હવે કોઈના પર વિશ્વાસ નથી જે સ્થિતિ ખુબ ભયકંર પરિણામો સર્જી શકે છે .
Add comment