CitySpotlight

1 મે થી 18 વર્ષ થી વધુ ઉંમર ની દરેક વ્યક્તિ લઇ શકશે કોરોના ની રસી!! પણ…….શું હકીકતમાં તે શક્ય છે ?!

ભારતમાં કેન્દ્ર સરકારે covid-19 પુરવઠા અને ડિલિવરી પરના નિયંત્રણો ને દૂર કરી દીધા છે. જેથી જે બહોળા પ્રમાણમાં કોરોના ના કેસ ની સંખ્યામાં વધારો થાય છે તે સામે દેશનું આરોગ્ય તંત્ર કથળી ન પડે અને Covid 19 ના સંક્રમણને અટકાવી શકાય.

18 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ 1મે પછી વેક્સિન લેવા માટે માન્ય ગણાશે. સરકારે ગઈકાલે એક પ્રેસનોટ દ્વારા જણાવ્યું હતું કે વેક્સિન અને પુરવઠા પોલિસીમાં થોડું લિબરલાઈઝેશન કરી મેન્યુફેક્ચર ને મંજૂરી આપવામાં આવી છે કે 50% પુરવઠો કેન્દ્ર સરકારને આપે અને 50% ડાયરેક્ટ રાજ્યોને અથવા તો બજારમાં વેચી શકે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. જે રીતે ભારતમાં covid 19 મહામારી બીજી લહેરથી પકડ જમાવી રહી છે અને કેસ વધી રહ્યા છે,ભારતનું આરોગ્ય તંત્ર અત્યારે જ કથળી જવાની સ્થિતિમાં આવી ચૂક્યું છે.લગભગ બધા જ હોસ્પિટલમાં બેડની, ઓક્સિજન અને દવાઓની અછત વર્તાઈ રહી છે એવામાં દેશ ને મહામારી માંથી ઉગારવાનો અને Covid ની ત્રીજી લહેર આવે નહિ તે માટે તાકીદ ના પગલાં લેવાયા છે.

વેક્સિન પોલીસી – ફેસ 3 નાં કેટલાક મહત્વના મુદ્દાઓ

  • રસીકરણના ત્રીજા તબક્કા દરમિયાન તમામ સ્થાનિક ઉત્પાદકો તેમના મન્થલી ડોઝનો 50% કેન્દ્ર સરકારને આપશે અને બાકી ના રાજ્યો અને બજારો માં પણ વેચી શખ્સે
  • ઉત્પાદકો એ રાજ્ય સરકાર માટે અને ખુલ્લા બજારમાં મળતી રસી માટે ના ભાવ 1 May પહેલા જાહેર કરવા રહેશે
  • હોસ્પિટલોએ કેન્દ્ર સરકાર માટે નિર્ધારિત કરેલા 50% થી જ પૂરવઠો મેળવવો પડશે. ખાનગી વેક્સિન  પણ પોતાના નિર્ધારિત ભાવ અગાઉથી જાહેર કરવા પડશે
  • સરકાર આધારિત કેન્દ્રો પર હેલ્થ વર્કર,ફ્રન્ટ લાઈન વર્કર અને ૪૫થી વધુ ઉંમરના લોકોને રસી મફતમાં મળતી રહેશે..
  • ગવર્મેન્ટ રસીના તે ભાગમાંથી સક્રિય કેસોની સંખ્યા રસીકરણ ની સ્પીડ અને રસી નો બગાડ જેવા માપદંડોને આધારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસી ફાળવશે.
  • સરકારે જણાવ્યું હતું કે હવે ઉત્પાદકોને ઉત્પાદન વધારવા માટે વધુ પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ બીજા દેશી કે આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને પણ રસી બનાવવા માટે આવકારવામાં આવશે.

સરકારનાને આ નિર્ણય થી ટૂંકા ગાળામાં ખૂબ ઓછી અસર દેખાશે પરંતુ લાંબા ગાળામાં આ નિર્ણય અત્યંત અસરકારક રહેશે.

તેમ છતાં પ્રાયોગિક રીતે 18 વર્ષથી વધુ વયના દરેક રસીકરણ ખૂબ ચેલેન્જીંગ કામ છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણના ભૂતપૂર્વ સેક્રેટરી સુજાતા રાવે ચિંતા રજૂ કરી હતી કે નજીકના સમયમાં સપ્લાયના લીમીટેશન થી રસી આપવામાં કોને પ્રાથમિકતા આપવી તે પ્રશ્ન સર્જાશે અને શક્ય છે કે ગરીબ વર્ગ રસી થી વંચિત રહી જાય.

ભારતમાં જાન્યુઆરી થી વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થઇ છે અત્યાર સુધી બાળપણ 12.38 કરોડ લોકોને રસી આપી ચૂક્યા છીએ.

અત્યારે ભારતમાં બે રસી આપવામાં આવે છે જેમાંની એક છે ઓક્સફર્ડ ની કોવીશિલ્ડ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને ભારત બાયોટેક ની Covaxine. તે ઉપરાંત રશિયા ની Sputnik v એ પણ તાજેતરમાં જ મંજૂરી મળી ગઈ છે જેનું ભારતમાં ઉત્પાદન ડોક્ટર રેડ્ડીઝ કરવાના છે.

આ રસી ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ને 3000 કરોડ અને ભારત બયોટેક ને 1567 કરોડ નું એડવાન્સ ફંડ ફાળવવાની નાણા મંત્રાલય તરફથી મંજૂરી પણ મળી ચૂકી છે.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.