CitySpotlight

સૌરાષ્ટ્ર ના આ મોટા શહેરોમાં થઇ ગયું છે લોકડાઉન!

ગુજરાતના મેટ્રો શહેરો થી શરુ થયેલી કોરોનાની બીજી લહેર પહોંચી ગઈએ છે હવે સૌરાષ્ટ્ર સુધી !! રાજકોટ માં છેલ્લા એક અઠવાડીયાથી કોરોના કેસમાં વધારો થયો છે ને મૃત્યુ દર પણ વધ્યો છે . એવામાં સૌરાષ્ટ્ર ના ઘણા મોટા શહેરો એ સ્વયભું લોકડાઉન પાળવાની પહેલ કરી છે .

જૂનાગઢ (Junagarh) માં વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રહેશે

જામનગર(Jamnagar)માં ફલ્લા ગામમાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફલ્લા ગામમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામપંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ ઇમરજન્સી સિવાયની તમામ દુકાનો સજ્જડ બંધ રખાશે. સંક્રમણ વધતા વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. 

દ્વારકા (Dwarka)માં દ્વારકાધીશ જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે જગત મંદિરના દ્વાર બંધ રહેશે. જગતમંદિરમાં પરંપરા મુજબ સેવા પૂજા ચાલુ રહેશે. કલેકટરે દ્વારકાધિશ જગતમંદિરે ભગવાનના દર્શન કરી લીધો નિર્ણય છે. 

જામનગરમાં જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આગામી 20 દિવસ સ્વૈચ્છીક આંશિક લોકડાઉન લગાયું છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી 30 એપ્રિલ સુધી ગામમાં આંશિક લોકડાઉન લગાવાયું છે. દરરોજ સવારે 6 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. બપોરે 2 વાગ્યા બાદ ગામ સજ્જડ બંધ રાખવા સ્વૈચ્છીક નિર્ણય લેવાયો છે. 

સુરેન્દ્રનગરમાંચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવ્યું અને જનતાએ પણ આ નિર્ણયને વધાવ્યો છે. વેપારી મહામંડળ ચૂડા દ્વારા  સ્વંમ્ભુ લોકડાઉનનો નિર્ણય કયૉ જે  રવિવારથી બુધવાર સુધી સવંયંભુ લોકડાઉન તે નિર્ણયને ગામના નાગરીકો દ્વારા પણ સાથ સહકાર આપવા આવ્યો છે. ચૂડામાં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે ત્યારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી મહા મંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉન પાળવમાં આવ્યું હતું. દરેક વેપારીભાઈઓએ પોતાના રોજગારી ધંધા બંધ રાખ્યા હતા. સાથે સાથે લોકોએ પણ આ નિર્ણય ને વધાવ્યો હતો. રવિવાર થી બુધવાર સુધી આમ ચાર દીવસ  સ્વંમ્ભુ લોકડાઉન રાખવા માં આવશે જે આજે પ્રથમ દિવસે બજારો સજજડબંધ જોવામળી હતી.

બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેહસાણા ,પાટણ અને સાબરકાંઠા ના અમુક ગામો માં સ્વયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે .

સાબરકાંઠા(Sabarkantha)માં ઇડરના દરામલી ગામે એક સપ્તાહ માટે ચુસ્ત લોકડાઉન લગાયું છે. શ્રેષ્ઠ ગામ ગણાતા દરામલી પંચાયત દ્રારા કોરોના સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવાયો છે. ગ્રામ પંયાચત દ્રારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે અપીલ કરાઇ છે. સવારે 7 થી 12 દરમ્યાન જીવન જરુરીયાત ચિજો માટે છુટછાટ રખાઇ. ગામના આગેવાનોએ એકઠા થઇને ગામમાં સંક્રમણ ફેલાતુ અટકાવવા નિર્ણય કર્યો.

પાટણ (PatanP)જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ રહેશે. આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર વરાણામાં લોકડાઉન લગાયું છે. વરાણા મંદિર અચોક્કસમુદત માટે લોકડાઉન લગાયું છે. કોરોના કેસ વધતાં મંદિર ટ્રસ્ટ દ્વારા લીધો મહત્વનો નિર્ણય લેવાયો છે. સમગ્ર ગુજરાતમાંથી કોઈએ વરાણા મંદિર દર્શન કરવા આવવું નહિ. મંદિરના દરવાજા સવારથી થઈ જશે લોકડાઉન.

મહેસાણા (Mehsana)માં ઐઠોર ગણપતિ મંદિરનો પરંપરાગત મેળો રદ્દ કરાયો છે. ઊંઝા અંજીક ઐઠોરનું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. દર વર્ષે ભવ્ય શુકન મેળો યોજાય છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે તા.14 એપ્રિલથી તા.16 એપ્રિલ સુધી યોજાવાનો મેળો હતો. જે ત્રણ દિવસ યોજાનાર પરંપરાગત મેળો રદ્દ કરાયો કરાયો છે. શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર દ્વારા  નિર્ણય લેવાયો છે. 

સુનવણી બાદ ગુજરાત હાઇકોર્ટે સરકાર ને આપી દીધું છે આ ફરમાન, ‘ નીતિમાં સુધારો કરો નહિ તો …?

જેમ જેમ કોરોના ની સ્થિતિ ગંભીર થતી જાય છે , બીજા ઘણા ગામ સ્વયભૂ લોકડાઉન માં જોડાશે તેમ લાગી રહયું છે , માધ્ય ગુજરાતમાં આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ઘણા ગામડાઓમાં અડધા દિવસનું લોકડાઉન પાળવાનું શરુ થઇ ગયું છે.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.