રાજ્યમાં વકરતી કોરોના ની સ્થિતિ ને લઈને હાઇકોર્ટ ના અવલોકન બાદ ગઈકાલે એક સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી . જેમાં સ્મશાનગૃહો ના અહેવાલ , ઇન્જેક્શન ની અછત અને હોસ્પિટલ માં બેડ ની સંખ્યા ને લઈને ચિંતા દર્શવવામાં આવી હતી. રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થતિ ઉભી થઇ હોવાનું તારણ અપાયું હતું .
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનવણી થઈ હતી, જેમાં સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરીને પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા, તે સિવાય ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ડી કાર્યની ખંડપીઠે ,એડવોકેટ જનરલ, મુખ્ય સરકારી વકીલ, કેન્દ્રના સરકારી સોલિસિટર જનરલ સહિતના લોકો ઓનલાઈન સર્વેમાં હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યના ચીફ સેક્રેટરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેલ્થ વિભાગનો ચીફ સેક્રેટરી વગેરે અધિકારીઓ પણ ઓનલાઇન સુનાવણીમાં હાજર રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ત્રિવેદીએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હાઇ ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ લોકડાઉનના પક્ષમાં નથી કારણ કે લોકડાઉન માં કોઈ સમાધાન નથી. લોકડાઉન ના કારણે રોજબરોજ કામ કરનારને સૌથી મોટું નુકસાન થયું છે. તેમણે ગુજરાતમાં રેમડેસીવીર ને લઈને જણાવ્યું કે ગુજરાતમાં કોઈ જ અછત નથી. હાલ ગુજરાતમાં ૧૭ હજાર થી વધુ બેડ ખાલી છે તેમજ ઓક્સિજન ઉત્પાદનનો ૭૦ ટકા ઓક્સિજન હેલ્થ ક્ષેત્ર માટે રિઝર્વ માં રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.
કોરોના કેસો વધતા અટકાવવા માટે સરકાર ને શું સૂચનો કરાયા છે?
- લગ્ન અને મૃત્યુ સિવાયના તમામ મેળાવડા બંધ કરવા હાઇકોર્ટનું સૂચન
- લગ્નમાં આ લોકો ભેગા કરવા પણ વધારે છે લગ્ન માટે ફક્ત 50 લોકો એકઠા કરવાનું સૂચન
- ઓફિસોમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા માટે સૂચન 50 ટકા સ્ટાફ સાથે તે ઓલ્ટરનેટિવ ડે બોલાવીને ઓફિસો શરૂ રાખવા સૂચન
- આ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ કડક પાલન થાય તે જરૂરી
- RTPCR ટેસ્ટ અને તેના રિઝલ્ટ વચ્ચે શા માટે ત્રણથી વધુ દિવસ લાગે છે ? ટેસ્ટનો રિપોર્ટ કલાકોમાં જ મળી શકે તેવી વ્યવસ્થા કરવા ટકોર
- મહત્વના ઇન્જેક્શન અને દવાઓ યોગ્ય સમયે દરેકને મળી રહે તેવી વ્યવસ્થા જાળવવા ટકોર
- નાના વ્યાપારીઓ નુકસાન ન થાય તે જોવું જરૂરી પરંતુ હજી રાજ્યમાં આરોગ્યની સેવા વ્યવસ્થામાં ઘણા સુધારા કરવા જરૂરી છે
- સરકારની કામગીરી થી હાઇકોર્ટ ખુશ નથી: ચીફ જસ્ટિસ
વધુમાં સરકારના અધિકારીઓને ખખડાવતા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ઉમેર્યું હતું કે આપણે કોઈ રાજ્ય ની સરખામણી કરવાની જરૂરત નથી ગુજરાત વધુ સંબંધ છે છતાં પણ આ પરિસ્થિતિ કેવી રીતે સર્જાય શકે છે ? તમે તાત્કાલિક ધોરણે સુધારા લાવવા માટે ટકોર કરી છે.
હવે પછીની સુનવણી પંદરમી એપ્રિલ તારીખે 11 વાગે યોજવામાં આવશે.
Add comment