ગઈકાલે ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા જે રેમડેસિવિયર ઇન્જેક્શન લઇને જાહેરાત કરવામાં આવી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં હોબાળો મચી ગયો છે. રેમડેસિવિયર ના ઇન્જેક્શન જે કોવિડ 19 ના ઈલાજ માટે તે પણ જે દર્દીઓ ગંભીર અવસ્થા માં દાખલ હોય તેમનાં માટે વપરાય છે. છેલ્લા કેટલાય દિવસ થી રાજ્યભરમાં આ ઇન્જેક્શન ની ભારે માંગ છે અને ઘણી જગ્યાએ અછત પણ ઊભી થઈ છે.એવામાં સમાન્ય લોકોને પોતાના સ્વજનો ના જીવ બચાવવામાં માટે કલાકો સુધી લાઈન માં ઊભા રેહવુ પડતું હોય ત્યાં ભાજપ પ્રમુખ દ્વારા કરાયેલી જાહેરાત દુઃખી પ્રજાની મશ્કરી કરવા સમાન છે.
જ્યાં સામાન્ય જનતા ને રેમડેસિવિયર ઇંજેક્શન માટે આધાર કાર્ડ , કોરોના રિપોર્ટ અને દર્દી દાખલ હોય ત્યાંથી ડોકટર ના પ્રિસ્ક્રિપ્શન બતાવવું જરૂરી છે ત્યાં ભાજપ રાજ્ય પ્રમુખ ને એક બે નહી પણ સીધા 5000 નો સ્ટોક કેવી રીતે મળ્યો એ ખૂબ જ મોટો અને વેધક સવાલ છે?
અત્યારના મુશ્કેલ સમયમાં જ્યાં ઇમરજન્સી હોય એવા લોકોને પણ ઘણી જગ્યાએ ઇન્જેક્શન મળી શકતું નથી અને તેમના સ્વજનો એ જીવ ગુમાવવો પડ્યો હોય એવા પણ કિસ્સા છે એવામાં એટલો મોટો સ્ટોક ઉપલબ્ધ ક્યાંથી થયો?.
ઉપરથી પાટીલ સાહેબે આ ઇન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી ઉપલબ્ધ થશે એમ જણાવ્યું હતું. જો તેમનો મદદ કરવાનો આશય હોય તો તેમને સિવિલ હોસ્પિટલ માં આ સ્ટોક ઉપલબ્ધ કેમ ના કરાવ્યો? આશ્ચર્ય ની વાત એ છે કે આવા ગંભીર સમયે પણ રાજકારણ થતું હોય એ સ્પષ્ટ દેખાઈ આવે છે.
ગુજરાત ના મુખ્યમંત્રી ને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે ક્યાંથી આવ્યા એ તેમને ખબર નથી અને આ પ્રશ્ન નો જવાબ પાટીલ સાહેબ જ આપી શકે છે પણ તેમને લોકોની મદદ કરી એ બદલ તેમની પ્રશંસા થવી જોઈએ. મુખ્યમંત્રી જે રાજ્ય માં જાહેર આરોગ્ય ની પરિસ્થિતિ સચવાય રહે તે માટે જવાબદાર છે તેમને રાજ્ય માં સૌથી મહત્વનું ઇન્જેક્શન નો જથ્થો ક્યાંથી આવ્યો એ ખ્યાલ નથી એ કેહવુ શું એ બેજવાબદારી ભર્યું નથી?
સી આર પાટીલ ના આ જનતા પર ‘પડતા પર પાટુ’ જવા નિવેદન બાદ હવે ગુજરાત રાજ્ય ના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ ‘ ડેમેજ કંટ્રોલ ‘ મોડ માં આવી ગયા છે. તે એક જ વાત નું રટણ કરી રહ્યા છે કે ક્યાંથી આવ્યો મહત્ત્વ નું નથી 5000 લોકોને મફત માં ઇન્જેક્શન મળ્યું તે મહત્વ નું છે. ભાજપ તરફથી રીતસર સોશીયલ મીડીયા માં #ThankYouCRPAATIL કેમ્પેગન ચાલવા માં આવ્યું છે..
પરંતુ પ્રશ્ન હજી યથાવત છે કે સમાન્ય માણસને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ઇન્જેક્શન મળી શક્યો નથી એની અછત ના સમયમાં ભાજપ પ્રમુખની ઇન્જેક્શન નો આટલો મોટો જથ્થો મળ્યો કેવી રીતે?હજી સુધી ભાજપ પાર્ટી કે સરકાર માંથી કોઈ આ સવાલ નો જવાબ આપી શક્યું નથી.
ઉલલેખનીય છે કે માંગ ના પ્રમાણ માં રાજ્ય ભર માં રેમદેસિવિયર ઇન્જેક્શન ની અછત છે. આજ થી ઝાયડસ કંપની દ્વારા ફરીથી ઇંજકશન નું વેચાણ શરૂ કરતાં 2 km લાંબી લાઈનો લાગી હતી.
જુઓ આ વીડિયો જેમાં ઝાયડસ પાસે લાંબી લાઈન જોઈ શકાય છે.https://www.instagram.com/reel/CNgxd5wl0pQ/?igshid=60y3cw297t4b
ઘણા શહેરો માં રેમડેસિવિયર ની કાળા બજારી પણ થઈ છે. ભાજપ દ્વાર કરાયેલું વિતરણ ચોક્કસ લોકોને મદદરૂપ થશે પણ પ્રશ્ન એ છે કે શું રાજનૈતિક ઉપયોગ માટે રાજ્ય માં સૌથી વધુ જરૂરી દવા ના જથ્થા ને અલગ રાખવામાં આવ્યો? સમાન્ય લોકો જ્યાં એક ઇન્જેક્શન માટે કળવળે છે ત્યાં સત્તા ધારી પક્ષ એક જ રાત માં 5000 ઈંજેક્ષન ની વ્યવસ્થા ક્યાંથી કરી લાવ્યા ? શું ભાજપપ્રમુખ આ સેવા કરવાના આશયથી પોતાનું સ્વામિત્વ પુરવાર કરવા માગે છે કે પછી પ્રજાની મજાક ઉડાવવા માગે છે? સ્વજનો ગુમાવી ચૂકેલા ને સ્વજનો માટે કલાકો સુધી લાઈન માં ઊભા રહી હાલાકી ભોગવી રહેલી પ્રજા ની લાગણી સાથે આ ક્રૂર મશકરી થઈ છે.
Add comment