સુરત શહેરને કોરોના એ તેના ભરડામાં લઈ લીધું છે. સુરતમાં કોરોના મોતનું તાંડવ મચાવી રહ્યો છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. સુરત સિટીમાં પરિસ્થિતિ એવી છે કે દર્દીઓ ની અંતિમ ક્રિયા માટે પણ હવે તો ટોકન લઈને લાઈનમાં ઊભા રહેવાનો વખત આવ્યો છે. સુરત શહેરનાત્રણે મોટા સ્મશાન ગૃહ અશ્વનિકુમાર , જહાંગીરપુરા અને ઉમરા ત્રણે ખીચોખીચ થઈ ચૂક્યા છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ અશ્વનીકુમાર સ્મશાન ભૂમિ ની પાછળ તો એક ગોડાઉન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે જ્યાં લગભગ 7૦ જેટલા શબ સાચવવામાં આવ્યા છે જેની અંતિમ ક્રિયા કરવાની બાકી છે બીજી બાજુ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા ઝડપથી થાય તે માટે સ્મશાનભૂમિમાં લોકોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમજ ટ્રસ્ટીઓ કે જાણકારો સમક્ષ ભલામણ કરવી પડે છે.
તંત્ર સતત સ્થિતિ કંટ્રોલમાં હોવાનું જણાવે છે પરંતુ સ્મશાનભૂમિ ની હકીકત અને છેલ્લા ૨૪ કલાકમાં આવી રહેલા કોરોના ના કેસ પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યા છે. બીજા કેટલાક અહેવાલો મુજ બ એક જ એમ્બ્યુલન્સમાં બે કે તેથી વધુ શબ સ્મશાન ભૂમિ સુધી લાવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
જાણવા મળ્યા મુજબ સુરતમાં મૃતદેહ ની ગણતરી માટે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી રહી છે સુરતમાં શિક્ષકોને સ્મશાનમાં સફાઇ છે પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની સુરતના સ્મશાનગૃહ માં રાઉન્ડ ધ કલોક ૨૪ કલાકની ડ્યુટી સોપાઈ છે. શિક્ષકોને ત્રણ શિફ્ટમાં ડ્યુટી સોંપાઈ છે. જેમાં સ્મશાનગૃહમાં છ કલાકની ડ્યુટી કરવાની રહેશે.અચાનક મૃત્યુ દર વધતા આ નિર્ણય લેવાયો છે. તંત્ર પાસે કર્મચારીઓની ઘટ થતા શિક્ષકોને સફળતા ભારે હોબાળો થઈ શકે છે.
શું થઈ રહ્યું છે સુરતમાં ? કેવી રીતે સુરતમાં કોરોના આ હદે ફેલાઈ રહ્યો છે ?
સુરત ના કલેક્ટર ડો.ધવલ પટેલે આજે શહેરવાસીઓને અપીલ કરી હતી કે બિનજરૂરી ઘરની બહાર ના નીકળે, માસ્ક નો ઉપયોગ કરી કોવિડ ના નિયમોનું પાલન ફરજિયાત કરે.કારણ કે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે લાંબો સમય મદદરૂપ થઈ શકે એમ આ સ્થિતિમાં નથી. તેથી દરેક વ્યક્તિએ પોતાની મદદ કરવી આવશ્યક છે.
ભરૂચ શહેર થી મળેલા અહેવાલો મુજબ ભરૂચમાં ગઈ કાલે એક જ રાત માં 16 મૃતદેહોને અંતિમ ક્રિયા કરાઇ હતી. મુસ્લિમ સમાજમાં અંતે અંતિમ ક્રિયા કરવા માટે વપરાતા બોક્સ વેચનાર એક વેપારીએ જણાવ્યું હતું કે હજુ સુધીમાં તેઓ 50 બોક્ષ મોકલી ચુક્યા છે તેમજ તેમના મુસ્લિમ સમાજના 50 લોકો કોરોના માં જીવ ગુમાવી ચૂક્યા છે.
વડોદરામાં પણ રાત્રે ચારેકોર સળગતી ચિતા ના દ્રશ્યો હૃદયદ્રાવક બની ગયા છે વડોદરા શહેરમાં પણ મૃતદેહના ના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.ગયા ચોવીસ કલાકમાં ગ્રાહક કોર્ટના વકીલ પાટીદાર સમાજના અગ્રણી અને ૩૦ વર્ષના યુવાન સહિત 24 દર્દીઓના શંકાસ્પદ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુદરમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે. શહેરમાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વધુ ચાર સ્મશાન અને કાર્યરત કરાયા છે.પરિસ્થિતિ એટલી વિકટ છે કે કોરોના માં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તેમના અસ્થિ લેવા પણ આવતા ડરતા હોવાથી તંત્ર ને અસ્થિઓ ના પોટલાં બાંધીને મૂકવાની ફરજ પડી છે.
રાજકોટ શહેરમાં પણ એ જ રીતના અહેવાલો મળ્યા છે જ્યાં કોરોના થી પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. અમદાવાદ અને સુરતમાં હવે અહીં એક ૯૦૦થી ૧૦૦૦ જેટલા કેસ સત્તાવાર રીતે નોંધાઈ રહ્યા છે.
સ્મશાનભૂમિ થી મળી રહેલા સમાચાર ગુજરાતમાં કોરોના ગંભીર પરિસ્થિતિની ચાડી ખાય છે એવામાં દરેક નાગરિકે શક્ય તેટલી સાવચેતી જાળવીને કોરોના ને કાબુમાં લેવા માટે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે.
Add comment