વિશ્વ આરોગ્ય દિવસ , 7 એપ્રિલે દુનિયાભરમાં મનાવવામાં આવે છે. જ્યારે આજે આખી દુનિયા મહામારી થી પીડાઈ રહી છે વિશ્વ આરોગ્ય દિન એ સમજવું જરૂરી છે કે સ્વસ્થ રહેવું કેટલું મહત્વનું છે. દુર્ભાગ્યથી આપણા દેશમાં સ્વાસ્થ્યને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નથી. પરિણામે મોટી ઉંમરે લોકો રોગના શિકાર બની જાય છે અને ખુબ તકલીફ વેઠવી પડે છે પણ કોરોના દરેક માટે આંખ ઉઘાડનારી પરિસ્થિતિ લઈને આવ્યું છે.
જ્યારે તંદુરસ્તીની વાત કરીએ તો 4 વસ્તુ મહત્વની છે યોગ્ય પોષણ મળવું,શરીરના બધા અંગો કાર્યરત હોવા ,શહેરના પૂરતો આરામ મળે તે માટે ઊંઘ મળવી અને માનસિક સ્વાસ્થ્ય.
શરીરના લાંબાગાળાના સ્વાસ્થ્ય અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે રોજિંદા જીવન માં આ 5 વસ્તુઓ નું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે.
- જીવન તરફનો અભિગમ ( Mindset) : તમારી આસપાસ જો તમે ધ્યાન આપશો તો જણાશે કે સૌથી સામાન્ય બીમારી જે છે એ છે ડાયાબિટીસ, હાઈ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ વગેરે. આ બીમારીનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે તેમજ આ બીમારી જીવનભર સાથે રહેવાવાળી બીમારીઓ પણ નથી લોકોના મન મા એક મત છે કે ઉપર લખેલી બીમારી એકવાર થાય પછી આજીવન તેની દવા લેવી પડે છે પણ તે સત્ય નથી .રોજિંદા જીવનમાં આહારમાં અને માનસિક તેનો થોડો ફેરફાર કરવાથી આ બીમારીઓ દૂર થઈ શકે છે.
- સારી આદતો ( Good habits): ચોક્કસથી પોષક આહાર તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે પરંતુ યોગ્ય આહાર લેવાની રોજીંદા જીવન મા ટેવ હોવી જોઈએ નહીં કે ટૂંકા સમયગાળા માટે ડાયટ પ્લાન. હંમેશા આહારમાં સ્વાસ્થ્ય ને મદદ કરે એવી ચીજોનો સમાવેશ કરવો જોઈએ જેમકે જે વસ્તુઓ શેકીને ખાઈ શકીએ છીએ તેને માત્ર સ્વાદ ખાતર તળીને ખાવી જોઈએ નહીં.જંક ફૂડના જગ્યા એ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોક્કસ સમયે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. ફોન, ટીવી વગેરે સાધનો નો મર્યાદિત ઉપયોગ કરવો.ધ્યાન કરવું.
- કૃતજ્ઞતા ભાવ ( Gratitude) : વ્યક્તિ જીવનને બે રીતે જીવી શકે છે. એક હંમેશા તણાવમાં,ડર અને ટેન્શન માં રહીને અથવા તો રાજીખુશીથી, પ્રેમથી અને જે મળ્યું છે એના આભારી રહીને.શરીર-સ્વાસ્થ્ય જેટલું જરૂરી છે તંદુરસ્તી માટે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે . માણસનું મન જેટલું ખુશ હશે બીમારી એટલા જલ્દીથી સારી થઈ શકે છે. તે માટે જરૂરી છે કે જે આપણી પાસે નથી તે માટેની ચિંતા કર્યા વગર જે છે તેમાં ખુશ રહો. હકારાત્મક વિચારો કરવા અને ખુશ રહીને રોગોને દૂર રાખવા.
4. હંમેશા કાર્યરત રહેવું (Active ): આળસુ શરીર રોગનું ઘર હોય છે. થાઇરોઇડની બીમારી હોય, મેદસ્વી શરીર હોય , ડાયાબીટીસ કે બી .પી વગેરે બીમારીઓ ખાસ કરીને એવા લોકોને હોય છે જે લોકો ખૂબ એક્ટિવ રેહતા નથી. તેથી જ દરરોજ એક્સરસાઇઝ કરવી ,ચાલવા જવું,હળવી રમતો રમવી, કામની જગ્યાએ હલન-ચલન કરવું વગેરે આદતો કેળવવી ખૂબ જરૂરી છે
5. કુટેવો ને દૂર કરવી (Remove Addiction ): ડાયાબિટીસ ,લીવર અને કિડની ની બીમારી તેમજ કેન્સર જેવા રોગો બુરી આદતો નું પરિણામ છે જેવી કે આલ્કોહોલ,તમાકુ, સ્મોકિંગ. જ્યારે માણસ આવી આદત નો ગુલામ બની જાય છે તેના માટે નહી કે માત્ર શારીરિક સ્વાસ્થ્ય ને જાળવવાનું મુશ્કેલ બની જાય છે પરંતુ તે માનસિક રીતે પણ બીમાર થઈ શકે છે. આવી કુટેવ ને સમયસર જ દૂર કરવી યોગ્ય છે કારણકે એકવાર આદત લાગ્યા પછી પાછા ફરવું મુશ્કેલ છે .પણ દ્રઢ મનોબળ થી તે પણ શક્ય છે.
જાણો તુલસીથી થતા અસંખ્ય ફાયદાઓ વિષે..
આજ ના સમય માં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય આહાર, કસરત ની સાથે સારી આદતો અને હકારાત્મક માનસિકતા ખૂબ મહત્ત્વ ની ભાગ ભજવે છે
તમારા મંતવ્યો અને તમારી સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ કમેન્ટ્સ માં જણાવો .
Add comment