વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની વૈશ્વિક યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ એન્ટ્રી કરી લીધી છે. વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલી વખત 20માં ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સની યાદી અનુસાર તા.6 એપ્રિલના રોજ એમની સંપત્તિમાં 4.9 અબજ ડૉલર-આશરે 36000 કરોડથી પણ વધારેનો ગ્રોથ નોંધાયો છે. રીયલ ટાઈમ ડેટા અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.
ગૌતમ અદાણી 8.9 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના ધનકુબેરોની યાદીમાં 155માં ક્રમે હતા. 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે!!
એક સમયે રિલાયન્સ ગ્રૂપ ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ધનકુબેરોની યાદીમાં 5માં ક્રમે હતા.2021ની શરૂઆતથી એમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ફોર્બ્સના લીસ્ટ અનુસાર તા.6 એપ્રિલના રોજ મુકેશ અંબાણીની નેટવર્થ 1.8 અબજ ડૉલરથી ઘટીને 76.4 અબજ ડૉલર રહી છે.
આ યાદીમાં અંબાણીનું સ્થાન નીચે ખસીને 12માં ક્રમે પહોંચ્યું છે.
2020 મુજબ બંનેની સંપત્તિમાં તફાવત રૂ.2 લાખ કરોડ જેટલો રહ્યો છે. જે અત્યારે ઘટીને 1.10 લાખ કરોડ રૂપિયા થયો છે.
જાણકારોનું એવું અનુમાન છે કે, આગામી બેથી ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક ટોચ પર પહોંચી શકે છે. ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓમાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપની લીસ્ટેડ કંપનીઓમાં 182થી 728 ટકા સુધીનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
Add comment