શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઘરમાં તુલસી ના છોડ ને રાખવું શુભ માનવામાં આવે છે. અને સાથે તેને રાખવાથી ઘરની શુદ્ધતા બની રહે છે. રોજ તુલસી જળ અને દીપક કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અને તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.તુલસી ની માળા ને પહેરવાથી મન અને આત્મા પવિત્ર થાય છે. તમે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તોને તુલસીની માળા ધારણ કરતા જોયા હશે. તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે.
કહેવામાં આવે છે કે ઘરમાં તુલસી ના છોડ ને રાખવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. તેથી તેને આયુર્વેદિક ઔષધી નું નામ પણ આપવામાં આવ્યું છે તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તુલસીની માળા પહેરી ભોજન કરવામાં આવે તો તે વ્યક્તિને ઘણા યજ્ઞોના પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કારણથી વૃદ્ધ તેને ગળામાં પહેરે છે. એવું પણ માનવામાં આવ્યું છે કે તેને પહેરવાથી યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે. તેમાં ઔષધીય ગુણો હોવા ના લીધે પહેરવા વાળાને માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો નથી થતા.
તુલસીની માળા પહેરવાનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. એવી માન્યતા છે કે માળાને પહેરવાથી આત્મા અને મનનીશુદ્ધિ થાય છે. ભક્ત માને છે કે આ માળાનો જપ કરવાથી ભગવાન તેમની વધારે નજીક આવે છે. સનાતન કાળથી જ તેને સ્વાસ્થ્ય વૃદ્ધિ માટે ખાસ માનવામાં આવી છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી અવાજ મધુર થાય છે. હૃદય પર લટકતી તુલસીની માળા હૃદય અને ફેફસાના રોગોથી બચાવે છે. તેને પહેરવાવાળાના સ્વભાવમાં સાત્વિકતા વધે છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિત્વ આકર્ષક થાય છે.
ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સીટીના પ્રોફેસરે એક જર્નલમાં લખ્યું છે કે, મેડિટેશન દરમિયાન આત્મા, શરીર અને મગજને પરસ્પર જોડી રાખવા માટે તુલસીની માળા ઘણી ખાસ છે. ઓસ્ટ્રેલિયન પ્રોફેસરે એક જર્નલમાં લખ્યું છે કે, તુલસીનો છોડ વાયુ પ્રદુષણને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે તેને વૈજ્ઞાનિક રીતે વિશિષ્ટ મહત્વ આપે છે. તેને પહેરવાથી જરૂરી એક્યૂપ્રેશર પોઇંટ્સ પર દબાણ પડે છે, જેનાથી માનસિક તણાવમાંથી બહાર નીકાળવામાં મદદ મળે છે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેને પહેરવાથી શરીરમાં વિદ્યુતશક્તિનો પ્રવાહ વધે છે, તથા જીવ-કોશોનું વિદ્યુતશક્તિ ધારણ કરવાનું સામર્થ્ય વધે છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી વિદ્યુત તરંગો નીકળે છે, જે લોહીના પરિભ્રમણમાં અડચણ આવવા દેતા નથી.
તુલસીની લાકડીમાંથી બનેલી માળામાં એક ખાસ પ્રકારનું દ્રવ્ય હોય છે. જેનાથી માનસિક તણાવ દૂર થાય છે. મનમાં ઉત્સાહ વધે છે. તુલસીની લાકડીથી બનેલી માળા શરીરને સ્પર્શીને રહે છે, તો તે કફ અને વાત દોષને દૂર કરવામાં મદદગાર થાય છે. તેનાથી શારીરિક અને માનસિક સંતુલન બની રહે છે.
ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સીટીના પ્રોફેસરે એક જર્નલમાં લખ્યું છે કે, મેડિટેશન દરમિયાન આત્મા, શરીર અને મગજને પરસ્પર જોડી રાખવામાં તુલસીની માળા ઘણી ખાસ છે. તુલસીનો છોડ વાયુ પ્રદુષણને પણ ઓછું કરે છે. આ છોડના લાકડામાંથી માળા બનાવવામાં આવે છે, જે શારીરિક અને માનસિક રીતે મહત્વપૂર્ણ છે.
Add comment