લોકપ્રિય સીરીયલ ‘અનુપમા’ ને જાણે કોઈ ની નજર લાગી ગઈ છે , આ શો પર એક પછી એક દુઃખ ના પહાડ તૂટી પડ્યા છે . શો ની સ્ટાર રૂપાલી ગાંગુલી હમણાંજ કોવીડ માંથી સાજી થઈ ને શો માં પરત ફરી છે પણ તેના સિવાય વનરાજ ને પણ કોરોના થયૉ હતો. હવે બા, કિંજલ હજી પણ ક્વોરેન્ટાઇન માં છે. પણ સૌથી દુઃખદ વાત એ છે કે થોડા દિવસ અગાઉ પારસ કલાવંત એટલે કે સમર ના પિતાજી નું હાર્ટ એટેક થી મૃત્યુ થયું હતુ અને તેના એક મહિના ની અંદર જ સીરીઅલ ના તેના મોટા ભાઈ તોષું એટલે કે આશિષ મેહરોત્રા એ પોતાના પિતાને ગુમાવ્યા છે.
પારસ કલાવંત ના પિતા ભૂષણ કલાવંત માર્ચ મહિનાનાં અંત માં હાર્ટ એટેક ના કારણે મૃત્યુ પામ્યા હતા. તેઓ લિફ્ટ માં જ ઢળી પડ્યા હતા અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તે સમયે પારસ અનુપમા ના સેટ પર જ હતો અને શૂટિંગ કરી રહ્યો હતો. તેને અચાનક તેની મમ્મી નો રડમસ અવાજે ફોન આવ્યો અને વાત ની જાણ કરી. પારસ પ્રોડક્શન માંથી જ કોઈક ની બાઈક લઈને હોસ્પિટલ ધસી ગયો. રૂપાલી અને સુધાંશુ પણ તેની પાછળ હોસ્પિટલ ગયા હતા. પણ પારસ હોસ્પિટલ પહોંચે એ પેહલા જ તેના પિતાએ આખરી શ્વાસ લઇ લીધો હતો.
સેટ પરના એક વ્યક્તિ એ જણાવ્યું હતું કે બધા ખુબ જ શોક અને દુઃખી હતા તે દિવસે શૂટિંગ પણ રોકી દેવાયું હતું . પારસ ને આ અગાઉ ફેબ્રુઆરી માં જ કોરોના થયો હતો અને તે 14 દિવસ નું ક્વોરેન્ટાઇન પૂરું કરીને શો માં પરત જ ફર્યો હતો તેને કોરોના થયો ત્યારે તેને એક મીડિયા પોર્ટલ ને જણાવ્યું હતું કે મારા પિતાનો નેગેટિવ રિપોર્ટ જોઈને હું ખુશ છું તેને લખ્યુ હતું કે “Thankfully, my dad, who is not only a diabetic but also had an angiography sometime back, has tested negative and that’s a big relief.” અને આ વાત ના થોડા દિવસ બાદ જ તેને તેના પિતા ગુમાવ્યા.
ઇન્સ્ટગ્રામ ઉપર તેને કેટલીક ભાવનાત્મક પોસ્ટ કરી હતી
"I Still Expect You To Open The Door For Me When I'm Back From Work,
I Still Expect You To Call Me When I'm Late,
I Still Expect You To Teach Me All The Good Things You Have Taught Me,
I Still Expect You To Check On Me Every Few Hours,
I Still Expect You To Love Me The Way You Used To,
I've Seen You Smiling And Crying For Me,
Staying Strong Was The Only Option I Had,
With A Heavy Heart I Have To Carry A Smile On Screen & Off Screen!
Now I Know How Difficult An Actors Life Is!
I Wish I Could Hug You Once Papa,
Thank You Papa For Giving Such A Wonderful Life,
In Every Life I Would Want You As My Father,
I Love You Papa ❤️
I Miss You ❤️
Will Make You Proud💫
#Papa #IMissYou
એ પેહલા તેને કંઈક આ રીતે પિતાજીને યાદ કરતા પોસ્ટ લખી હતી.
Main toh bas kamaata tha,
Ghar toh ab bhi papa hi chalate the,
Muskurate hum sab the,
Kyuki ghar me khushiya papa hi toh laate the,
Kuch kehte nahi the,
Papa Dil hi dil me bohot kuch seh jaate the,
Naaraz ho jaata unse,
Toh Papa jhatt se mujhe manate the,
Kuch accha keh deta,
Toh Papa baccho ki tarah sharmaate the,
Jab kabhi mujhpar ungliyan uthti,
Papa mere liye puri duniya se ladd aate the,
Khudke sapne nilaam kar aaye,
Papa mujhe bade bade sapne dikhate the,
Shabd kamm padd jaate hai unke liye,
Papa mujhe jaan se bhi zyada chahte the ❤️
-Your Gattu
Last Pic Of Us - Last Pic Of You!
અને હજી સેટ પર લોકો આ સદમા માંથી બહાર આવે એ પેહલા એક બીજી દુઃખદ ઘટના બની ગઈ. આશિષ મેહરોત્રા એટલે કે સીરીઅલ નો પરિતોષ શાહ અને સમર નો મોટો ભાઈ, તેને પણ પોતાના પિતાને ગુમાવ્યા. આશિષ કોરોના પોઝિટિવ હોવાના કારણે શૂટિંગ પાર આવી રહ્યો ના હતો અને જાણવા મળ્યા મુજબ તેના પિતા પણ કોરોના ઇન્ફેક્શન ના વધી જવાના કારણે મૃત્યુ પામ્યા
આશિષે સોશ્યિલ મીડિયા પર ખુબ લાગણીશીલ પોસ્ટ મૂકી હતી
તેને એક વિડિઓ પણ પોસ્ટ કર્યો હતો જેની સાથે તેને આ લાગણીઓ વ્યક્ત કરી હતી
My uncomfortable hugging champ..
You may have left me on the outside for the world….but on the inside you are even more close … &
this more will never be enough…
Our bodies may have parted ways…
but soul’s will never….
I am sorry for being selfish here…
“Aap sirf mere papa ho..”
My lines to you…
I know you haven’t left me..papa..
Just…
💫🙏😞🌠
•
I wish i could just hold you like this and not let you go….
My uncomfortable hugging champ…
I love you…. papa yaar…🥺
•
I just can’t say this….
Noo you are with me…
Sooo much.. left unsaid…
અત્યારે દરેક વ્યક્તિ ખુબ કપરા સમય માંથી પસાર થઇ રહી છે , અનુપમાં ના કલાકારો પણ તેમાં બાકાત નથી. સેટના લગભગ બધા જ કલાકારો કોરોના સામે લડી ચૂકયા છે અથવા લડી રહ્યા છે અને જેમને સ્વજન ગુમાવ્યા છે તે ભારે દુઃખ સાથે લોકોને મનોરંજન પૂરું પાડવા હેતુ ગોઆ માં સીરીઅલ ના શૂટિંગ માં જોડાઈ ગયા છે .
ઈશ્વર પારસ અને આશિષ ના પિતાજી ની આત્મા ને શાંતિ અર્પે અને સહુને આ દુઃખી સમય માં જીવવાની શક્તિ આપે !
Add comment