CitySpotlight

ZOMATO : એક મેનુ કાર્ડ થી લઈને ફૂડ ડીલિવરી બિઝનેસ ના સરતાજ બનવા સુધી ની સફર

ઝોમાટો એ એક ભારતીય રેસ્ટોરન્ટ એગ્રિગેટર અને ફૂડ ડિલીવરી સ્ટાર્ટ-અપ છે, જેની સ્થાપના 2008 માં દીપિંદર ગોયલ અને પંકજ ચઢઢાએ કરી હતી. કંપની ઝોમેટો સાથે જોડાનાર રેસ્ટોરન્ટની માહિતી,મેનૂઝ અને રિવ્યુ તેમજ સિલેક્ટેડ શહેરોમાં ફૂડ ડિલિવરી વિકલ્પો પ્રદાન કરે છે. COVID-19 ના ફાટી નીકળવાની વચ્ચે કંપનીએ કરિયાણાની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે.

2019 સુધીમાં, ઝોમાટો તેની સેવા 24 દેશો અને 10,000 થી વધુ શહેરોમાં ફેલાવવામાં સફળ થઈ છે. હાલના રોકાણકારો પાસેથી $660 મિલિયન ભંડોળ એકત્રિત કર્યા પછી, કંપનીનું મૂલ્ય $ 3.9 અબજ છે. (Never have a bad meal)ક્યારેય ખરાબ ભોજન ન કરો-” આ ઝોમાટોની ટેગલાઇન છે. આજે આપણે ઝોમેટો ના સ્થાપક દીપિંદર ગોયલ અને પંકજ ચઢ્ઢા ની પ્રેરણાદાયી સફર જાણવાનો પ્રયત્ન કરીશું.

ઝોમેટોના સ્થાપક , Zomato Founder

ઝોમેટો ની સ્થાપના પહેલા દીપેન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા બંને Bain and co , નવી દિલ્હી ની ઓફિસમાં કામ કરતા હતા. દીપિંદર ગોયલ વરિષ્ઠ સહયોગી સલાહકારના રૂપમાં અને પંકજ વરિષ્ટ એનાલિસ્ટ ના રૂપમાં કામ કરી રહ્યા હતા. બંને આઈઆઈટી દિલ્હીથી ગ્રેજ્યુએટ છે.

ઝોમેટો નો ઇતિહાસ

ઝોમેટો ની શરૂઆત 2008માં Bains & co ની દિલ્હીની ઓફિસથી થઈ જ્યારે દીપિંદર ગોયલ અને પંકજ તેમના લંચ બ્રેક માં જોયું કે ઘણા બધા લોકો મેનુ કાર્ડ ની એક ઝલક જોવા માટે લાંબો સમય લાઈનમાં ઉભા રહે છે અને પોતાનો વારો આવવાની રાહ જુએ છે. તેમણે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો વિચાર કર્યો અને આ વિચાર FoodieBay ના રૂપમાં તૈયાર થયો.

એમણે મેનુ કાર્ડ ને સ્કેન કરીને તેને કંપનીના પોતાના નેટવર્ક માં અપલોડ કરી દીધો. તરત જ કંપનીના કર્મચારીઓ પોતાનો સમય બચવા માટે આ સુવિધાનો ઉપયોગ કરવા લાગ્યા. તેનાથી કંપનીની વેબસાઈટ ટ્રાફિકમાં પણ વધારો થયો. આ જોઈને બંને ફાઉન્ડરે આ ઇન્ટરનેટ આધારિત સર્વિસને સાર્વજનિક કરી દીધી અને હવે પછી આ મેનુ ખાલી કાફેટેરિયા પૂરતું જ નહીં પરંતુ દૂરના નેટવર્કમાં પણ ફેલાઈ ગયું.

દિપેન્દ્ર અને પંકજ ને પોતાની સાઇટ પર જે સૌથી પહેલું પ્રોફેશનલ રેસ્ટોરન્ટમાં નો અપલોડ કર્યો હતો તે દિલ્હીમાં ‘હોજ ખાસ’ નું હતું. દિલ્હી પછી તેમને કોલકાતા, મુંબઇ અને બેંગલોર સહિત દેશના અન્ય મહાનગરો માં તેમની વેબસાઈટ ઉપર અપલોડ કરવાનું શરૂ કર્યું ધીરે-ધીરે ઘણાય લોકો આ સેવાનો લાભ લેતા થયા અને ધીરે ધીરે તેની સંખ્યા અનેક ગણી થઈ ગઈ.

FoodBay ને નામના મળી હતી કારણ કે આ રીતની સર્વિસ આપવાવાળું પહેલી જ startup હતું . FoodBay ને વધુ આકર્ષક નામ આપવા અને તે સમયે ખૂબ લોકપ્રિય વેબસાઇટ ebay સાથે તેની સરખામણી ન થાય તે હેતુથી બંને ફાઉન્ડરે નવેમ્બર 2010માં તેનું નામ બદલીને ઝોમેટો કરી દીધું. જે હવે માત્ર રેસ્ટોરન્ટ શોધવા કે મેનુ કાર્ડ જોવા ઉપરાંત ખાવાના શોખીન લોકો સુધી તેમનું મનપસંદ ભોજન પણ પહોંચાડી શકે છે.

ફંડિંગ

લોકો સુધી પહોંચવા માટે  બંને ફાઉન્ડર ઝોમેટો એપ લોન્ચ કરવાનું નક્કી કર્યું પરંતુ તેમના આ વિચારને હકીકત કરવા માટે તેમને ઈન્વેસ્ટર ની જરૂર હતી. પણ કહેવાય છે ને કે જેમની પાસે એક ઉત્તમ વિચાર છે અને તેને એક્ઝિક્યુટ કરવાની ક્ષમતા છે તો ફંડિંગ ક્યારે પડતી નથી. વર્ષ 2010માં naukri.com ના સ્થાપક સંજીવ ભીખચંદાનીએ તેમની કંપની ઇન્ફો ઍજ  ના માધ્યમથી ઝોમેટો માં એક મિલિયન ડોલરનું ભંડોળ પુરૂં પાડ્યું.

તે પછી ઝોમેટો એ ક્યારેય પાછુ વળીને જોયું નથી બીજા સમયગાળામાં તેમને 3.5 મિલિયન ડોલરનું ફંડ મળ્યું. વર્ષ 2013માં info edge ઇન્ડિયાએ 10 મિલિયન ડોલરનું ઝોમેટોમાં ઈન્વેસટ કર્યું અને ૫૦ ટકા કરતાં વધુ ભાગીદારી ખરીદી લીધી. તે સિવાય Sequoia Capital, Vy  Capital and Temasek ઝોમેટોમાં ઈન્વેસ્ટ કર્યું. આ રીતે ઝોમેટોએ વર્ષ ૨૦૦૦ સુધી ૩૦૦ મિલિયન ડોલર ધનરાશિ જમા કરી લીધી

કંપનીનો વિસ્તાર અને કોમ્પિટિશન

કંપની એ હવે વિસ્તરણ યોજનાઓ પર વિચાર કરવાનું શરૂ કરી દીધું .૨૦૧૧ સુધી ભારતમાં દિલ્હી સિવાય ચેન્નઇ. હૈદરાબાદ અને અમદાવાદમાં પોતાની સર્વિસ લોન્ચ કરી હતી . સપ્ટેમ્બર ૨૦૧૨માં દુબઈમાં તેમણે પોતાની સર્વિસ શરૂ કરી. ત્યારબાદ તેમણે શ્રીલંકા, યુનાઇટેડ કિંગ્ડમ, ન્યુ ઝીલેન્ડ અને તુર્કી જેવા બીજા દેશોમાં પણ સેવા શરૂ કરી. 90 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સ સાથે ઝોમેટો એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં દુનિયાભરમાં મળતી ફૂડ આઈટમ સાથે તમે જોડાઈ શકો છો અને તેને માણી શકો છો. તે છતાં જોમેટો ને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે swiggy અને uber eats જેવા પ્રતિસ્પર્ધીઓ સામનો કરવો પડી રહ્યો છે

બિઝનેસ મોડલ

તાજેતરમાં જ તેમણે દુબઈમાં પોતાની વેબસાઈટ લોન્ચ કરી હતી ત્યારે તેઓ કડક તાપ માં જાતે જ રેસ્ટોરન્ટ રજીસ્ટ્રેશન લેવા માટે માર્કેટમાં ગયા હતા .આજે પણ ઝોમેટો સામે ચેલેન્જ ની કમી નથી કારણકે માર્કેટ એનાલિસીસ કર્યા વગર જ ભારતના બજારમાં વિસ્તરણ કરવાના કારણે કંપનીને લખનઉ, કોચી ઇન્દોર અને કોઈમ્બતુરમાં પોતાની સેવાઓ બંધ કરવી પડી છે ત્યારે બીજી બાજુ કંપનીએ માત્ર આઠ વર્ષમાં 22 દેશોમાં પોતાની સર્વિસ શરૂ કરી દીધી છે

બિઝનેસ Growth

ઝોમેટો એ ભારતમાં પ્રથમ મોબાઇલ એપ તરીકે પોતાને સ્થાપિત કરી હતી આજે આ ક્ષેત્રમાં દુનિયાભરના કેટલાય બજારોમાં રાજ કરવા વાળી કંપની છે. ઝોમેટો હવે ૧ મિલિયનથી પણ વધુ રેસ્ટોરન્ટ કવર કરે છે અને દરરોજ લગભગ ૨૫,૦૦૦ જેટલા ઓર્ડર પ્રાપ્ત થાય છે. ઝોમેટો પેહલા એક માત્ર રેસ્ટોરન્ટ ના નામ અને મેનુ જોઈ શકાય તેમ જ તે રેસ્ટોરન્ટ ના અનુભવો ,રિવ્યું શેર કરી શકાય એ રીતની ફૂડ સોશિઅલ મીડીયા એપ હતી જે આજે સૌથી સફળ ફૂડ ડિલિવરી એપ બની ગઈ છે.

હવે ઝોમેટો પોતાનું વૃદ્ધિ દર વધારીને આ ક્ષેત્રમાં દુનિયાભરમાં જેટલી પણ કંપની છે તેમને બરાબરી કરવાની આશા રાખે છે અને તે માટે કંપનીના સંસ્થાપક દીપિન્દર ગોયલ અને પંકજ ચઢઢા એ કોઈ કસર બાકી રાખી નથી. તેઓ પેહલા કરતા વધુ અગ્રેસિવ થઈને ઝોમેટો નું માર્કેટ વધારી રહ્યા છે, ખુબ સારા ડિસ્કાઉન્ટ , ફૂડ કુપન અને ફૂડ ફેસ્ટ જેવી સ્ટ્રેટેજી હવે અપનાવી રહ્યા છે . ઝોમેટો નો બુઝનેસ ગ્રથ નોકરીની નવી તકો લઈને આવ્યું અને તેને શહેરો માં ખસ કરીને ઘણા યુવા ડિલિવરી બોય્સ ને નોકરીઓ પુરી પાડી છે . તે સિવાય ફૂડ બિઝનેસ માં એક નવી ક્ષમતાઓ નો વિસ્તાર થયો છે . ક્લાઉડ કિચન જેવા કન્સેપટ ઉમેરાયા છે. સાચે જ ઝોમેટો ભારતીય ઈકોનોમી ને વેગ આપતું મહત્વ નું સ્ટાર્ટ અપ પુરવાર થયું છે.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.