ઘણી ખરી અગવડો , વાદવિવાદ અને શઁકાઓ વચ્ચે આજથી IPL 2021 ની શરૂઆત થઇ રહી છે. IPL 2021 ની પેહલી મેચ રમાશે ચેન્નાઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર ની વચ્ચે. દેશભરમાં લોકડાઉન અને રાત્રી કર્ફયુ ની સ્થિતિમાં IPL બ્લોકબસ્ટર એન્ટરટેઇન્મેન્ટ પુરવાર થશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી જે અનુક્રમેં ભારતીય ટીમ ના વાઈસકેપ્ટન ને કેપ્ટન છે તેમની વચ્ચે નો જંગ જોવાલાયક રહેશે . બંને ખેલાડીઓનું ખુબ મોટુ ફેન ફોલો છે તેથી તેમના ચાહકો આ મુકાબલા માટે સ્વાભાવિક રીતે ઉત્સુક છે .
મુંબઈ ઇન્ડિયન આ મેચમાં પોતાનો વિજયી દબદબો કાયમ રાખવા ઉતરશે જયારે રોયલ ચેલન્જર તેને રોકવા માટે. જોકે મુંબઈ ઇન્ડિયન નો ઇતિહાસ જોતા તેઓ ફાઇનલ મેચ કરતા પેહલી મેચ માં વધારે દબાણ હેઠળ હશે એ સ્વાભાવિક છે . ખુબ આશ્ચર્યજનક છે કે છેક 2012 થી મુંબઈ ની ટિમ એક પણ ઓપનીંગ મેચ જીતી નથી અને છેલ્લી 5 વખતથી તેઓ સતત IPL ઓપનીંગ મેચ હારી રહ્યાં છે . ક્રિકેટ ચાહકો આજે એ જોવા ઉત્સુક રહેશે કે આજે સ્થિતિ બદલાશે કે ફરી એક વાર મુંબઈ પેહલી મેચ હારશે .
જોકે રોયલ ચેલન્જર પણ IPL માં પોતાના નસીબ સાથે લડી રહયું છે આજ સુધી બેસ્ટ ટીમ હોવા છતાં તે ખુબ ઉત્તમ પ્રદર્શન કરી શક્યા નથી. વિરાટ કોહલી ની ટિમ આ વખતે નવા લક્ષયાંક સાથે ઉતરશે.
મુંબઈ ઇન્ડિયન નો રોયલ ચેલેન્જર સામે વિનિંગ પેરસન્ટેજ સેકન્ડ બેસ્ટ છે છતાં ગયા વર્ષે બેંગ્લોર ની ટીમે મુંબઈ ને ખુબ સારી ટક્કર આપી હતી અને મુંબઈ ની બાહુબલી ટીમ ને એક યાદગાર સુપર ઓવર મેચમાં માં હરાવ્યા પણ હતા .
વિરાટ કોહલી વર્લ્ડ નં 1 ખેલાડી હોવા છતાં IPL માં તે એટલી મોકલશ થી રમી શક્યો નથી , ચેન્નાઇ ના મેદાન પર તેનો સ્કોરીગ રેટ પણ સારો નથી પણ તેની ટિમ માં એબી ડિવિલિયર્સ અને મેક્સવેલ જેવા ધુરંધર બેટ્સમેન ગેમ ને બદલી શકે એવી ક્ષમતા રાખે છે
ચેન્નાઇ ની પીચ ધીમી અને સ્પિનર ને મદદ કરનારી હોવાથી રાહુલ ચાહર અને કુણાલ પંડ્યા જેવા ખેલાડીઓ પોતાનો કરિશ્મા બતાવશે .RCB પાસે પણ ચહલ તુર્પ નો એક્કો છે. દેવદત્ત પડીકલ યુવા ક્રિકેટરે ગયા વર્ષે સહુને પ્રભાવિત કર્યા હતા આ વર્ષે તેનું ફોર્મ જોવાલાયક રહેશે .
એકંદરે આજે સાંજે 8.00 PM થી ચેન્નાઇ ખાતે વગર ઑડિયન્સે રમાનારી MI v /s RCB ની મેચ રસપ્રદ બની રહેશે .
તમે કઈ ટીમ ને સપોર્ટ કરો છો કમેન્ટ માં જણાવો.
Add comment