CitySpotlight

હનુમાન ચાલીસા કરતી વખતે ભૂલ થી પણ ન કરો આ ભૂલ…

હનુમાન ભક્તો બજરંગબલીને ખુશ રાખવા દરરોજ હનમાનજીના પાઠ કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે પૂજા કરવી જોઇએ. મહિલાઓએ મંગળવારના દિવસે હનુમાન ચાલીસા કરવી જોઇએ. આપણે રૂટિનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, પરંતુ અનેક વખત તેને માત્ર રૂટિન બનાવીને જ મૂકી દઈએ છીએ. જ્યારે પણ ટાઇમ મળે છે જ્યાં પણ જેવી પણ સ્થિતિમાં હોય તેમ બેસીને વાંચી લઈએ છીએ. ચાલો જાણીએ હનુમાન ચાલીસા કરતી વખતે શું ભૂલ ન કરવી જોઇએ આજે અમે તમને તેના વિશે જણાવીશું.

હનુમાન ચાલીસા તો બધાના ઘરમાં કરવામાં આવતી જ હશે. જો તમે નિત્ય હનુમાન ચાલીસના પાઠ કરો છો અને તમને કોઈ જ ફળની પ્રાપ્તિ નથી થઈ રહી, તો સમજો કે તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો. તે ભૂલો વિશે નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.

હનુમાન ચાલીસાના પાઠ કરતાં પહેલા સૌ પ્રથમ તો સ્નાન કરીને સંપૂર્ણ સ્વચ્છ વસ્ત્રને ધારણ કરો. જે આસન પર બેસીને તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છો એ આસન લાલ કલરનું જ હોવું જોઈએ, એમાંય જો ઊનનું હશે તો એકદમ ઉતમ રહેશે.હનુમાન ચાલીસા કર્યા પછી હનુમાનજીને ચડાવવામાં આવતા પ્રસાદમાં ચણા અને ગોળ જ હોવો જોઈએ. અને જો ચૂરમાના લાડવા હોય તો પણ સારું રહેશે. પરંતુ પ્રસાદમાં તુલસીનું પાન જરૂર મૂકવાનું હોય છે. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરતાં પહેલા હનુમાનજીની મુર્તિનો અભિષેક કરવો. હનુમાન ચાલીસાના પાઠ શનિવાર અથવા મંગળવાથી કરો અને પછી સતત 40 દિવસ સુધી પાઠ કરો. આગળના 11 શનિવાર અને 11 મંગળવાર સુધી રોજ 21 પાઠ કરવા.

હનુમાનજીની પૂજા કરતી વખતે પહેલા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવું જોઈએ. માટે પહેલા પ્રભુ શ્રી રામનું નામ પણ લો. એ પછી હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જો તમે પણ આટલી વાતોનુ ધ્યાન રાખીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખુબજ સારું ફળ મળશે. તેમજ હનુમાનજી ની પૂજા કરતી વખતે આ વાતો નું ખાસ ધ્યાન રાખો.

હનુમાન ચાલીસ કરવા માટે ગમે તે સ્થાન પસંદ ના કરો. શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જ જોઈએ. માટે ઘરને બદલે એવા મંદિરે જાઓ જ્યા પીપળાના ઝાડનો છાયો હોય, કહેવાય છે કે પીપળાનું ઝાડ માતા લક્ષ્મી અને શનિદેવને પણ ખુબ પસંદ છે માટે અહીં ચાલીસા કરવાથી હનુમાનજીની સાથે સાથે લક્ષ્મી મા અને શનિદેવનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

હનુમાન ચાલીસાને દિવસમાં ત્રણ વાર બોલવી જોઈએ. સૌથી પહેલા સવારે સ્નાન કરીને કરવી જોઈએ, પછી બપોરે અને રાતે સુતા પહેલા કરવી જોઈએ. મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન રાખવો જોઈએ, પણ હનુમાનજીના પાઠ ચોક્કસ કરવા જોઈએ.

જે લોકોને હનુમાન ચાલીસા મોઢે યાદ હશે તેઓ મનમાને મનમાં હનુમાનચાલીસા બોલી લેતા હોય છે. આવા લોકોને હનુમાન ચાલીસા કરવામાં માત્ર 2થી 3 મિનિટ જ લાગે છે. પણ ઉતાવળમાં ચાલીસાના ઘણા પદ ખોટા બોલાઈ જતા હોય છે, માટે આ રીત યોગ્ય નથી. હનુમાન ચાલીસાને શાંત મનથી બેસીને, આંખ બંધ કરીને બોલીને કરવી જોઈએ.

મહિલાઓને હનુમાજીને સ્પર્શ કરવાની મનાઈ હોય છે કેમ કે તે બ્રહ્મચારી હતા. માટે મહિલાઓ હનુમાનજીને માત્ર વસ્ત્ર જ ચઢાવી શકે છે અને જળથી સ્નાન પણ કરાવી શકે છે. મહિલાઓએ ચાલીસાના પાઠ કરતા પહેલા પોતાની સામે કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને ચાલીસા કર્યા પછી તે જળને પ્રસાદના સ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ.

@City Spotlight

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.