BookMyShow :
બુક માય શો , ભારતનું સૌથી મોટું એન્ટરટેઇન્મેન્ટ ટિકિટિંગ પ્લેટફોર્મ છે. તેની શરૂઆત 1999 માં મૂવી થિયેટરો માટેના રેસેલિંગ સોફ્ટવેર વિક્રેતા તરીકે થઈ હતી અને બાદમાં તે ઈવેન્ટ્સ , મૂવીઝ , રમતગમત અને નાટક ના બુકિંગ માટેના પ્લેટફોર્મ માં ફેરવાયું હતું. અગાઉ BookMyShow તેના પેરેન્ટ કંપની , BigTree એન્ટરટેઇન્મેન્ટ પ્રા લિ તરીકે જાણીતી હતી.
કંપનીએ 5 દેશોમાં 30 મિલિયન કરતાં વધુ ગ્રાહકો પોતાના પ્લેટફોર્મ સાથે જોડ્યા છે. બુક માય શો આશિષ હેમરાજાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની સ્થાપના આશિષ હેમરાજાનીએ 25000 રૂપિયાની પ્રારંભિક મૂડીથી શરૂ કરી હતી અને કંપની નાણાકીય વર્ષ 2018 માં રૂ .391 કરોડની કુલ આવક મેળવવામાં સફળ રહી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ ઉદ્યોગમાં કંપનીનો બજારમાં લગભગ 90% હિસ્સો છે . બુક માય શો નું વર્તમાન મૂલ્ય આશરે $ 850 મિલિયન છે
બુક માય શોની શરૂઆતની સફર
આશિષ હેમરાજાનીની સફર 1999 માં શરૂ થઈ હતી , જ્યારે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો. તે સમયે, એમબીએ પૂર્ણ કર્યા પછી, તે જે. વોલ્ટર થોમ્પસન નામની એક જાહેરાત ફર્મમાં કામ કરી રહ્યો હતો .આ યાત્રાએ તેમનું જીવન બદલી નાખ્યું. તે રેડિયો પર રગ્બી ટિકિટની જાહેરાત સાંભળતા ઝાડ નીચે બેઠો હતો, ત્યારે અચાનક જ તેના મનમાં ટિકિટ વેચવાનો વિચાર આવ્યો. આશિષે સંપૂર્ણ સંશોધન કર્યું હતું અને બજારને સમજ્યું અને તેના પર રણનીતિ બનાવી. ત્યારબાદ ભારત પાછા ફર્યા પછી, તેણે નોકરી છોડી અને ધંધો કરવાનું વિચાર્યું.
આશિષે 24 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને ” બિગટ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ. ” ના નામથી તેનું પહેલું ઇન્ટરનેટ સાહસ શરૂ કર્યું .તેણે તેના ઘરના બેડરૂમથી શરૂઆત કરી. ટૂંક સમયમાં પછી ,તે પછી તરત જ તેણે તેના મિત્રો રાજેશ બાલપાંડે અને પરીક્ષિત ડાર સાથે વાત કરી જેણે મુંબઈ યુનિવર્સિટીના સિડનહામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં સાથે ભણતા હતા. તેને કંપનીમાં તેની સાથે કામ કરવા માટે પણ મનાવી લીધા.પરીક્ષિતે ટેક્નોલોજી સંભાળી હતી અને રાજેશે ફાઈનાન્સ સંભાળ્યું હતું. ટૂંક સમયમાં જ ત્રણેય સાહસિકોએ સાથે મળીને બિગટ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ.માં સફર શરૂ કરી અને કંપનીને આગળ વધવાનો માર્ગ ચીંતારતા ગયા.
ભંડોળ અને રોકાણકારો (fund & investors)
બુક માય શોમાં તે સમયે મર્યાદિત રોકડ હતી, તેથી તેઓએ રોકાણકારોનો સંપર્ક શરૂ કર્યો. તેના વ્યવસાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જોયા પછી , તેને તેનો પ્રથમ રોકાણકાર, જેપી મોર્ગન ચેઝ મળ્યો . કંપનીએ જેપી મોર્ગન ચેઝ પાસેથી તેની દરખાસ્ત ફેક્સ દ્વારા મોકલીને INR 2.5 કરોડનું ભંડોળ મેળવ્યું. કંપનીએ તેના પ્રથમ રોકાણકારોને ખાતરી આપી ,એક પેજ ના ફેક્સ દ્વારા વ્યવસાયના મોડેલને જણાવ્યું. તે પછી , બુક માય શોએ ” ગો ટિકિટિંગ ” ના બ્રાન્ડ નામથી તેમની કંપની શરૂ કરી, જેને પાછળથી તેઓએ 2002 માં ” ઇન્ડિયા ટિકિટિંગ ” તરીકે ફરીથી નામ આપ્યું , જેને આખરે ” બુક માય શો ” તરીકે નામ મળ્યું.
પડકારો
વર્ષ 2002 નું ડોટ કોમ બબલ બુક માય શો માટે મુસીબતો લઈને આવ્યું હતું . તે સમયે , ક્રેડિટ કાર્ડ , ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ , નબળા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને થિયેટરોમાં ઇ-ટિકિટિંગ સોફ્ટવેરના અભાવને કારણે ઓનલાઇન ટિકિટનું વેચાણ કરવું સરળ નહોતું . એક સમય એવો હતો જ્યારે બુક મા શો મોટા પ્રમાણમાં ટિકિટ ખરીદતો હતો અને ગ્રાહકો સુધી પહોંચવા માટે સેંકડો લોકોને બાઇક પર મોકલતો હતો. જો કે, આ વ્યવસાયિક મોડેલ સ્કેલેબલ ન રહ્યું અને કંપનીએ તેને બંધ કરવું પડ્યું.
શરૂઆતના દિવસોમાં , બુક માય શો મુખ્યત્વે તેનો વ્યવસાય ઓફલાઇન કરી રહ્યું હતું . તેના 150 શહેરોમાં 12 શહેરોમાં 12 કોલ સેન્ટર્સ હતા અને આ તમામ અવરોધો હોવા છતાં કંપની સારી કામગીરી બજાવી રહી છે. પરંતુ ચેઝ, કંપનીની મૂડી ભાગીદારે , રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પને તેનો હિસ્સો વેચી દીધો.તે સમયે, ડોટ-કોમ ક્રેશમાં કારોબાર મંદીમાં ચાલી રહ્યો હતો.આને કારણે, રોકાણકારોએ સમર્થન મળ્યું નહિ અને બુકમાઈશોને તેનો ધંધો ન્યુઝ કોર્પ પાસેથી પાછો ખરીદવો પડ્યો હતો.
કટોકટીની અસરોને ઘટાડવા માટે , બુક મા શો દ્વારા સ્ટાફના પગાર અને મોટા ખર્ચમાં ઘટાડો થયો. તેણે કેટલીક ઓફિસો બંધ કરી હતી અને તેનું ધ્યાન ફક્ત મુંબઇ અને દિલ્હીના મુખ્ય શહેરો પર કેન્દ્રિત કર્યું હતું. કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યા 150 થી 6 કરી દીધી હતી . પરંતુ આ મુશ્કેલીઓ છતાં આશિષ, પરીક્ષિત અને રાજેશે હાર માની ન હતી
ઝડપી વિસ્તરણ
ડોટ કોમ સુનામી પછી, ભારતમાં વધુ સારી ઇન્ટરનેટ સુવિધાઓ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સુવિધાઓ અને સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બજાર સંપૂર્ણપણે બદલાઈ ગયું. 2002 અને 2004 ની વચ્ચે , સમગ્ર ભારતમાં મલ્ટીપ્લેક્સમાં સંખ્યામાં વધારો થયો. બુક માય શો તેનો મજબૂત મુકામ ફરીથી મેળવવા માંગતો હતો. તેણે સોફ્ટવેર સોલ્યુશન્સનું વેચાણ કરવાનું શરૂ કર્યું, મલ્ટિપ્લેક્સમાં સ્વચાલિત ટિકિટિંગ સોફ્ટવેર આપવા માંડ્યું. કંપનીએ પણ તેના ગ્રાહકો માટે કોલ સેન્ટર્સ ચલાવવાનું શરૂ કર્યું. બુક માય શો ધીમે ધીમે મંદી માંથી બહાર ઉભરી આવ્યું હતું અને 2007 માં 24.1 કરોડનો નફો નોંધાવ્યો હતો
આ બદલાયેલા વાતાવરણથી બુક માય શોને તેના વ્યવસાયને મોટા પ્રમાણમાં વધારવામાં મદદ મળી . તેમણે નવા રોકાણકારો સુધી પહોંચવાનું શરૂ કર્યું અને આખરે માર્ચ 2007 માં, નેટવર્ક 18 એ બુક મા શોમાં 14.5 કરોડ રૂપિયાના રોકાણ સાથે બિઝનેસમાં 60% હિસ્સો ખરીદ્યો. . ટૂંક સમયમાં કંપનીએ તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તેની બંધ ઓફિસો ફરી શરૂ કરી. તેની હાજરી બધે વધારવા માટે, તેણે નવા સ્ટોર્સ પણ ખોલ્યા. 2008 ના વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન, જ્યારે સર્વત્ર મંદી હતી, ત્યારે કંપનીએ તેના પ્રતિભાશાળી કર્મચારીઓના આધારે સારું પ્રદર્શન કર્યું હતું
સિદ્ધિઓ અને પુરસ્કારો
તેના સારા પ્રદર્શન માટે બુક માય શોને “ધ હોટેસ્ટ કંપની ઓફ ધ યર -2011 -12” એનાયત કરાયો હતો . પછીથી 2013 માં, કંપની પીવીઆર સિનેમા સે પાંચ વર્ષના સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ સોદા પર હસ્તાક્ષર કર્યા , જેમા તેના 1500+ થિયેટરોમાં 250 સિનેમા સ્ક્રીનને ઉમેર્યા , જે હાલમાં 200 લોકો અને 150 આઉટસોર્સ કર્મચારીઓ ચલાવે છે. 2014 માં, SAIF પાર્ટનરે બુક મા શોમાં INR 150 કરોડનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ કંપનીએ 200 થી વધુ શહેરોમાં તેના સ્ટોર્સ ખોલ્યા હતા.
હાલમાં , ઓનલાઇન ટિકિટ બુકિંગ ઉદ્યોગમાં બુક મય શો માર્કેટ લીડર બની ગયું છે. કંપની તેની વેબસાઇટ અને મોબાઇલ એપ્સ દ્વારા સેવાઓ પ્રદાન કરી રહી છે. તેણે 2012 માં તેની પ્રથમ એપ્લિકેશન શરૂ કરી હતી . કંપની દર મહિને 15 મિલિયનથી વધુ ટિકિટનું વેચાણ કરે છે. આ ઉપરાંત બુકમાયશો મહિને 500 મિલિયન પેજ વ્યુ સાથે જાહેરાતો દ્વારા, 100,406 માસિક આવક મેળવે છે.
Add comment