ગયું આખું વર્ષ કારણ જોહર ખુબ વિવાદમાં રહ્યો હતો. તેના પર સૌથી મોટો આરોપ નેપોટીસમ નો છે અને હવે ફરી એક નવો વિવાદ નો મધપૂડો છેડાયો છે. વાત એમ છે કે યુથ આઇકોન કાર્તિક આર્યન જે ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ ફિલ્મ થી ખુબ લાઈમલાઈટ માં હતો તેને કરણ જોહર દ્વારા ‘દોસ્તના 2’ માંથી એકઝિટ આપી દેવાઈ છે અને હવે પછી પણ ધર્મા પ્રોડ્ક્શન આ એક્ટર સાથે કામ નહિ કરે એમ જાણવા મળયું છે
કાર્તિક આર્યન બૉલીવુડ માં સૌથી લાડકવાયો અભિનેતા છે અને દર્શકોને પણ તે ખુબ પસંદ છે જોકે અહીં સુધી પહોંચવા માટે તેને ખુબ સ્ટ્રગલ પણ કરી છે . પણ જાણવા મળ્યા મુજબ સફળતા તેને પછી નથી અને હાલ આવી રહેલ ન્યૂઝ પ્રમાણે તેને ધર્મા પ્રોડક્શન ની ચર્ચિત ફિલ્મ ‘દોસ્તના 2 ” માં થી કાઢી મુકાયો છે. જેનું કારણ સૂત્રો દ્વારા તેનું ‘અનપ્રોફેશનલ બિહેવિયર’ જણાવવામાં આવે છે .પિન્કવીલા મેગેઝીન ના રિપોર્ટ પ્રમાણે કાર્તિક ના વારંવાર શેડ્યૂલ કેન્સલ કરવાના કારણે પ્રોડ્યૂસર્સ નારાજ થયા છે . સૂત્રો જણાવે છે કે ‘કાર્તિકે છેલ્લા એક વર્ષ થી આ ફિલ્મ પુરી કરવાના માત્ર વાયદા જ કર્યા છે અને તે એક યા બીજા કારણસર છેલ્લી ઘડીએ શૂટિંગ કેન્સલ કરી દેતો હતો. તેના આ રીતે અચાનક શેડ્યૂલ કેન્સલ કરવાના કારણે ફિલ્મ તો ડીલે થઇ જ રહી છે પણ બાકીના કલાકારો ના સમયપત્રક પણ ખોરવાઈ ગયા છે.’
આખરે પ્રોડ્યૂસર કારણ જોહર અને ડિરેક્ટર કોલીન નક્કી કર્યું છે કે હવે તેઓ એક્ટર નું આ વર્તન ચલાવી લેશે નહિ. કાર્તિક આર્યને છેલ્લી વાર શૂટિંગ લેટ કરાવ્યું તેના કારણે ફિલ્મ ની અભિનેત્રિ જાહ્નવી ને એક નવી ફિલ્મ ગુમાવવી પડી. તે માર્ચ મહિનાથી ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ સાથે શશાંક કહેતાં ડિરેક્ટોરિઅલ ફિલ્મ ‘મિ. લેલે’ નું શૂટિંગ કરવાની હતી. ‘દોસ્તના 2’ નું શૂટિંગ ડીલે થતા તેને એ ફિલ્મ ગુમાવવી પડી અને હવે સ્થિતિ એ છે કે હાજી સુધી ‘દોસ્તના 2’ નું પણ શૂટિંગ પત્યું નથી .
આ બધું જોતા કરણ અને તેની ટીમે કાર્તિક આર્યન ને ફિલ્મ માંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે અને હવે ફરી તેની સાથે તેઓ ક્યારેય કામ નહી કરે તેમ પણ નક્કી થયું છે.
કાર્તિક જોકે એ પેહલા કારણ સાથે શરણ શર્મા ડિરેક્શન ની એક ફિલ્મ ફિલ્મ પણ કરવાનો હતો પણ તાજેતર માં જ કારકણ જોહર ની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં લખેલું હતું કે એ ફિલ્મ માટે સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ નથી અને હજી શોધ ચાલુ છે અને હવે તો કાર્તિક ની ‘દોસ્તના 2’ માંથી પણ બાદબાકી કરી દેવાઈ છે
કાર્તિક પાસે જોકે હમણાં ઘણું કામ છે . તે ભૂલ ભુલૈયા ની રીમેક કરી રહ્યો છે તે ઉપરાંત રોહિત ધવન સાથે એક મૂવી કરી રહ્યો છે જે સાઉથ ની આલુ અર્જુન ની ફિલ્મની રીમેક છે જે એકતા કપૂર પ્રોડ્યૂસ કરશે તેમજ એક ફિલ્મ હંસલ મેહતા સાથે છે જે રોની સ્ક્રૂવાળા પ્રોડ્યૂસ કરશે .
ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન જે મધ્ય પ્રદેશ થી એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી આવે છે અને તેને બૉલીવુડ માં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને તે તાજેતર માં જ 14 દિવસ કોરોના ને કારણે ક્વોરેન્ટાઇન માં પણ હતો .
Add comment