ભારતમાં એન્ટરટેઇન્મેન્ટ નો સૌથી મોટો સ્ત્રોત્ર બૉલીવુડ છે. વર્ષોથી અલગ અલગ મુવી દ્વારા બૉલીવુડ મનોરંજન પીરસી રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે અમુક ફિલ્મો માં એડલ્ટ કન્ટેન્ટ ના કારણે અથવા હિંસા કે ધાર્મિક-સામાજિક લાગણી દુભાય નહિ તે કારણે અમુક સીન સેન્સરબોર્ડ દ્વારા કાપી દેવામાં આવે છે.પણ એવી પણ ફિલ્મો છે જે ભારત માં ખુબ બ્લોકબસ્ટર રહી હોય પણ વિદેશમાં તેને રિલીઝ થવાની મંજૂરી મળી ના હોય!!
આ છે એવી કેટલીક ફિલ્મો જે ભારતમાં ખુબ વખણાઈ પણ અમુક કારણો જેવા કે ધર્મ,રાજકારણ, સેક્શુઅલ કન્ટેન્ટ,હિંસા ના કારણે બીજા દેશોમાં રિલીઝ થઇ નહીં .
1.PADMAN

આ ફિલ્મ એક સત્યઘટના પાર અધારીત છે જ્યાં એક વ્યક્તિ સ્ત્રીઓ માટે પિરિયડ દરમ્યાન વાપરવા માટે સેનેટરી નેપકીન નું સસ્તામાં ઉતાપ્દણ કરે છે. આ ફિલ્મ સમાજમાં માસિક ધર્મ ને લગતી ગેરસમજ અને સ્વાસ્થ્ય જાળવવા માટે સેનેટરી નેપકીન ના ઉપયોગ ની જાગૃતિ લાવવા માટે ખુબ વખણાઈ હતી .પરંતુ પાકિસ્તાન ની સરકારે આ ફિલ્મ ને તેના દેશ માં રિલીઝ થવા દીધી નહિ . તેમના માનવા પ્રમાણે આ ફિલ્મો વિષય તેમની સંસ્કૃતિ અને પરંપરાથી વિરુદ્ધ છે .
2. OH MY GOD

આ ફિલ્મ સમાજમા અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ ના હેતુ થી બનવવામાં આવી હતી પરંતુ તેની રિલીઝ થતા જ ઘણી જગાએ વિવિદ્દ થયો હતો. ધાર્મિક લાગણી દુભાવવાના કારણો સર આ ફિલ્મ મધ્યપૂર્વ દેશોમાં ખસ કરીને યુએઈ માં રિલીઝ થઇ નહિ
3. THE DIRTY PICTURE

સાઉથ ઇન્ડિયાની સેક્સિ અભિનેત્રી સિલ્ક સ્મિતા ના જીવન પર બનેલી અને અભિનેત્રી વિદ્યાબાલન દ્વારા ખુબ સુંદર પર્ફોર્મન્સ વળી ડર્ટી પિક્ચર ઘણા દેશોમાં ‘બોલ્ડ અને વલ્ગર’ હોવાના કારણોસર રિલીઝ થઇ નહિ ખાસ કરીને કુવેત માં તેના પર પ્રતિબંધ હતો.
4. DELHI BELLY

દિલ્હી બેલ્લી ફિલ્મ નું બોલ્ડ કન્ટેન્ટ સૌથી મોટો ઇશ્યૂ હતો .તેમાં વપરાયેલી ભાષા અને અમુક અપશબ્દો ના કારણે આ ફિલ્મ ભારતમાં પણ વગોવાઈ હતી અને તેજ કારણોસર નેપાળ માં તેના પાર પ્રતિબંધ હતો
5. BOMBAY

મણિરત્નમ ના દિગ્દર્શન માં બનેલી આ ફિલ્મ ભારતમાં એક ઉત્તમ ફિલ્મ ની યાદીમાં ગણાય છે પરંતુ આ ફિલ્મમાં ખુબ ભયાનક હિંસા ને આતંકવાદ દર્શાવાયો છે તેથી આ ફિલ્મ સિંગાપોર માં પ્રતિબંધિત હતી.
6. FIZA

એક મુસ્લિમ પરિવાર નો એકમાત્ર દીકરો ઘરેથી દૂર ચાલ્યો જઈને એક આતંકવાદી બને છે. એ વિષય પર બનેલી ફિલ્મ ફિઝા મલેશિયા માં પ્રતિબંધિત હતી કારણકે તેમાં એક મુસ્લિમ વ્યક્તિ ને આતંકવાદી બનતો દર્શાવાયો હતો
7. BABY

આ ફિલ્મ કેવી રીતે RAW ના માણસો દુબઇ જઈને એક મોટા પાકિસ્તાની આતંકવાદી ને યોજના બનાવીને પકડી લાવે છે તે વિષય ઉપર છે , પાકિસ્તાન સરકારે આ ફિલ્મ પાર રોક લગાવી કારણકે તેમાં પાકિસ્તાન ને ખરાબ દર્શાવાયું છે અને મુસ્લિમ્સ ને આતંકવાદી બતાવાયા છે .
8. RANJHANA

એતતરફી પ્રેમ ની સફર બતાવતી આ ફિલ્મ બૉલીવુડ ની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાની એક છે . જેમાં હિન્દૂ -મુસ્લિમ ક્લચર નો પ્લોટ છે . પાકિસ્તાન આ ફિલ્મને એટલે રોક લગાવી કારણ કે તેમાં સોનમ કપૂર નું પાત્ર જે એક મુસ્લિમ છે તે બે હિન્દૂ લોકોના પ્રેમ માં પડે છે !!!
9. UDATA PUNJAB

આ ફિલ્મ ભારતમાં પણ ખુબ વિવાદિત રહી હતી . પરંતુ પાકિસ્તાન માં રિલીઝ ના થવા દેવાઈ કારણ કે તેમાં ખુબ અપશબ્દો થી ભરેલી ભાષા વપરાઈ છે અને પંજાબી છોકારોએ ડ્રગ લેતા બતાવ્યા છે જે ડ્રગ પાકિસ્તાનથી લાવે છે એમ દર્શાવાયું છે .
10. NIRJA

નીરજા એક ભારતીય એયર હૉટેસ્ટ મહિલા ની બહાદુરી દર્શાવતી ફિલ્મ છે, જે હાઇજેક થયેલી ફ્લાઈટ મા મુસાફરો નો જીવ બચાવવા પોતે જીવ આપી દે છે . પરંતુ આતંકવાદીઓ પાકિસ્તાની દર્શાવ્યા હોવાથી પાકિસ્તાન માં આ ફિલ્મ ને રજુ થવા દેવાઈ નહિ
Add comment