CitySpotlight

Remdesivir ઇન્જેક્શન માટે આટલી લાઈનો કેમ ? સમજો શું છે તેનું કોવીડ કનેક્શન.

આપણે જોયું કે રવિવારે જે રીતે ઝાયડસ ની આગળ લાઈનો લાગી હતી અને જે દવાના ઇન્જેક્શન માટે પડાપડી થઈ રહી છે તે એટલે રેમડેસીવિર. પરંતુ ઘણાખરા લોકો ને હજી પણ ખબર નથી કે રેમડેસીવિર શું છે? તે શા માટે વપરાય છે ? એના સાઈડ ઈફેક્ટસ શું છે ? કોણ લઈ શકે વગેરે. હકીકતમાં જે લેવા માટે લાઇનમાં ઊભા હોય છે તેમને પણ આ દવા કેવી રીતે કામ કરે છે તે ખબર હોતી નથી. તેથી અહીં સંપૂર્ણ વિગત આપીએ છીએ.

રેમડેસીવિર છે શું?

  • રેમડેસીવિર એક એન્ટીવાયરલ ડ્રગ(દવા) છે. એન્ટીવાયરલ એટલે વાયરસ ને રોકે છે. શરીરમાં ફેલાતો અટકાવે છે.
  • આ દવા ની શોધ કરી હતી અમેરિકાની એક કંપનીએ ,જેનું નામ છે GILEAD SCIENCES
  • કંપનીએ તેની ફોર્મ્યુલા જનરલ બનાવી દીધો છે એટલે કે દુનિયાભરની વિવિધ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી નહીં દવાનું ઉત્પાદન પણ કરી શકે છે અને પાર્ટનરશીપ દ્વારા તેને વેચી પણ શકે છે.
  • આપણા દેશમાં આ દવાના 6 ડોઝ અપ્રુવ થયા છે એટલે કે જો કોઈને ગંભીર રીતે કૉવિડ હોય તો ઈમરજન્સી યુઝ માં તેને આ દવાના 6 ડોઝ આપી શકાય.
  • એક ડોઝ એટલે 100 મિલિગ્રામ
  • પેહલા બે દિવસ બે ડોઝ અપાય છે અને પછી ચાર દિવસ માટે એક એક ડોઝ અપાય છે.
  • જેનાથી Covid નો રીકવર ટાઈમ ૩૦ ટકા સુધી ઓછો થઈ જાય છે
  • એક સ્ટડી પ્રમાણે remdesivir આપેલા દર્દીઓ દસ દિવસમાં રિકવર થતા હતા જ્યાં દવા નહીં આપેલા લોકોને 15 દિવસ લાગતા હતા.

રેમડેસીવિર કામ કેવી રીતે કરે છે?

પેહલા ટુંકમાં જાણીએ કે Covid શરીરમાં કઈ રીતે ફેલાય છે?

Covid નો જે વાઈરસ છે તેનું નામ છે સાર્સ Cov2.

આ વાઈરસ શરીરમાં જઈને સ્પાઈક પ્રોટીન બનાવે છે જે આપણા શરીરમાં જઈને કોષ ની જોડે અટેચ થઈ જાય છે.

આપણા શરીરમાં ના કોષ સતત નવા બનતા હોય છે. હવે આ વાઈરસ જે સ્પૈક પ્રોટીન થી કોષ જોડે જોડાયું છે શરીર માં તે આપણા કોષ ને હાઇજેક કરી લે છે અને જ્યાં આપણા કોષ જે બીજા કોષ બનાવતા હોય એની જગ્યાએ હવે તે વાઈરસ ની નકલ બનાવતા થઈ જાય છે.

હવે જેમ જેમ આ નકલો વધે તેમ આપણા શરીર માં વાઇરલ લોડ વધે અને વાઈરસ નું ઇન્ફેક્શ ફેલાય.

રેમડેસીવિર જ્યારે શરીરમાં આપવામાં આવે ત્યારે એ ઈન એક્ટિવ હોય છે પણ એ પણ શરીર ના કોષ જોડે એકવાર જોડાઈ જાય પછી એ તૈયાર કરે છે remdesivir tryphosphate.

એ અગાઉ થી જે સ્પાઇ્ક પ્રોટીન થી જોડાયેલો કોષ છે તેને નિષ્ક્રિય કરી દે છે પરિણામે તે કોષ વાઈરસ ની નકલ ની ઉત્પાદન કરી શકતું નથી.

એટલે જ શરીર માં  રેમડેસીવિર આપ્યા પછી જેટલા કોષ સુધી એ દવા પહોંચી ગઈ હોય એ કોષ ક્યારે પણ વાયરસ નું ઉત્પાદન કરી શકતા નથી.

એટલે જેટલા કોષ પર વાઇરસ હાવી થઈ ગયો છે એટલા સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ લડશે અને ઇન્જેકશનના લીધે નવા કોષ પર વાયરસ હાવી થઈ શકે નહીં.આ રીતે દર્દીની સાજા થવાની પ્રક્રિયા ઝડપી થાય છે.

રેમડેસીવિર ક્યારે અને કોણે લેવું જોઈએ?

રેમડેસીવિર ઈમરજન્સી માટે જ અપ્રુવ કરાયેલું છે. તેથી જેમને સીવીયર covid ઇન્ફેક્શન હોય અને એવા પેશન્ટ જેમને ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી હોય એ જ ઇન્જેક્શન લઈ શકે છે.

રેમડેસીવિર કોણ ન લઈ શકે?

  • ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ 
  • બાર વર્ષથી
  • લિવર અને કિડનીના પેશન્ટ

રેમડેસીવિર ના સાઈડ ઈફેક્ટ શું છે?

  • બેચેની, થાક, ઊલટી
  • કિડની કમજોર થઈ જાય
  • લિવર ની કાર્યક્ષમતા ઓછી થઈ જાય
  • લોહી માં વધુ પ્રમાણ માં બિલીરૂબિન આવી જાય
  • તાવ આવે

આ સિવાય અમુક એવા સાઈડ ઇફેક્ટ છે જે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પણ થઈ શકે છે

  • હાઈ કે લો બ્લડ પ્રેશર
  • ખેંચ આવવી
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી
  • શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટી જવી

રેમડેસીવિર ના આપણા શહેરમાં ઉત્પાદકો કોણ કોણ છે?

  1. ઝાયડસ : ઓગસ્ટ 2020 થી ‘Remdac’ ઉત્પાદન શરૂ કર્યું
  2. ડો. રેડ્ડી: સપ્ટેમ્બર 2020 ‘Redyx’  નું ઉત્પાદન શરૂ કર્યું.
  3. સિપ્લા
  4. માઈલન
  5. જયુબિલીઅન્ટ લાઇફ સાયન્સ
  6. હેટરો લેબ્સ

આ માહિતી સહુ કોઈને ઉપયોગી થઇ શકે છે તેથી વધુ ને વધુ લોકો સુધી આર્ટિકલ ની લિંક મોકલો .તમે બાજુમાં ફેસબુક લોગો પર ક્લિક કરી ને પણ માહિતી શેર કરી શકો છો .

તમારા પ્રશ્નો ,અભિપ્રાય અને માહિતી અમને જણાવો.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.