ચેતન સાકરીયા, 23 વર્ષીય ભાવનગરનો મીડીયમ પેસર બોલર, જેના પિતા એક રિક્ષા ડ્રાઇવર હતા તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી આઇપીએલમાં ડેબ્યુ કર્યું અને પંજાબ કિંગ્સ સામેની મેચમાં 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. જેમાંની બે વિકેટ કે રાહુલ અને મયંક અગ્રવાલ ની હતી આ પ્રતિભાશાળી બોલરે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
IPL ક્રિકેટ થી ઘણા યુવા ખેલાડીઓના જીવન બદલાયા છે અને આજ કારણથી આ ટુર્નામેન્ટ સાથે ખુબ સુંદર કહાનીઓ પણ જોડાઈ ગઈ છે. દરેક નવી આઈપીએલની સિઝન ઘણા નવા ખેલાડીઓ ને જન્મ આપે છે અને તેની સાથે જ તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો આપણને જાણવા મળે છે. ઘણા ખેલાડીઓનો આઈપીએલ સુધીનો સફર રોમાંચક હોય છે અને મોટેભાગે તે પ્રેરણાદાયી પણ હોય છે. પરંતુ ચેતન સાકરીયા ની કહાની માં સ્ટ્રગલ તો છે જ પણ તેની સાથે ખૂબ મોટી ટ્રેજેડી પણ છે.
તો વાત છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં રહેતા ૨૩ વર્ષીય ચેતન સાકરીયા ની. ભારતના ઘણા બધા છોકરાઓની જેમ ચેતન સાકરીયા નું પણ ક્રિકેટ પેશન હતું. પણ તેના પિતા એક રિક્ષા ડ્રાઇવર હોવાથી ચેતન ને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપતા. દરેક મધ્યમવર્ગીય પરિવારની જેમ તેઓ ચેતન ને કહેતા ‘ક્રિકેટ પૈસાદાર લોકોની રમત છે કે આપણા માટે બની નથી.’
છતાં હતાશ થયા વગર ચેતને ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી પહોંચવા નું ઝનૂન ચાલુ રાખ્યું.17 વર્ષની ઉંમરે નવો-નવો ફાસ્ટ બોલર બનેલો ચેતન સાકરીયા ક્યારે કેટલું રમવું ,શરીરને આરામ આપવો વગેરે બાબતો થી અજાણ હતો તેથી તે ઈંજરી નો ભોગ બન્યો. તેણે લગભગ સાત-આઠ મહિના ક્રિકેટથી દૂર રહેવું પડ્યું. તેથી તે ખૂબ નિરાશ હતો,એવામાં તેના મામા જે ભાવનગરમાં હોલસેલ સ્ટેશરીના ડીલર છે તે પિકચર માં આવ્યા.
તેમણે ચેતન સાકરીયા સાથે એક ડીલ કરી. તેમને ચેતન નો બધું જ ખર્ચો ઉઠાવવાની તૈયારી બતાવી પણ તેના બદલામાં તેમના બિઝનેસમાં તેને પાર્ટ ટાઈમ જોબ કરવાની શરત મૂકી.
સાકરીયા ને કેમ પણ કરીને ક્રિકેટ રમવું હતું. તેણે બધાને બધી જ શરતો સ્વીકારી. તેની સખત મહેનત થી આખરે તેને સૌરાષ્ટ્ર U 19 માં સિલેક્શન થયું. કૂચ બહાર ટ્રોફીમાં તેને છ ગેમમાં 18 વીકેટ્સ લીધી જેમા કર્ણાટક સામે ની 5-84 વિકેટો પણ શામેલ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ વાતની નોંધ લીધી અને તેને રિવોર્ડ તરીકે MRF PACE FOUNDATION રમવા માટે મોકલવામાં આવ્યો.
અહીં તેની મુલાકાત Glenn McGrath સાથે થઈ.
મેક ગ્રાથ ની સલાહ ચેતન પોતાના ન શબ્દોમાં કહે છે કે , ‘તેમણે મને મળી એક્શન અને ફિટનેસ ઉપર સલાહ આપી તેમણે મને કહ્યું કે જો હું મારી પેસ માં 5kph નો વધારો કરી શકું તો 130kph બોલર બની શકું છું.તેમને મને સલાહ આપી કે જો હું એ ગતી સુધી પહોંચી શકું હું રણજી ટ્રોફી રમી શકીશ ‘
ચેતન સાકરીયા પાસે ત્યાં સુધી ક્રિકેટ રમવાના પોતાના શુઝ્ પણ ન હતા.
એમ આર એફ ફાઉન્ડેશન રમતા સુધી ચેતન સાકરીયા પાસે પોતાના શુઝ હતા નહીં ત્યારે ભાવનગરનો એક સ્ટાર ખેલાડી તેની મદદે આવ્યો હતો.
Sheldon Jackson જે સૌરાષ્ટ્રના ઘરેલુ ક્રિકેટ નો સ્ટાર ગણાતો હતો. તે પોતાના આઇપીએલ સિઝન માટે તૈયારી કરી રહ્યો હતો. તે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતો હતો. તેને પ્રેક્ટિસ કરવા માટે કોઈ ખૂબ સશક્ત બોલર સાથે રમવું હતું અને સાકરીયા થી બેસ્ટ ઓપ્શન ઘરઆંગણે બીજો કોઈ હતો નહી. જેકસને પોતાની વિકેટ લેવા ઉપર ઇનામ નક્કી કર્યું.
તેને ચેતન ને કહ્યું કે જો ચેતન તેની વિકેટ લઇ બતાવશે તો તે ચેતનને નવા સ્પોર્ટ શૂઝ અપાવશે. તે દિવસે ચેતન જેકસન સાથે રમ્યો અને તેને પોતાના પેહલા સ્પાઇક શૂઝ મેળવ્યા.જે તે MRF series મા રમવા માટે લઈ ગયો. કૂચ બેહાર શ્રેણીમાં પણ તે કોઈ બીજાના શૂઝ પેહરી રમ્યો હતો.
રણજી ટ્રોફી ની તક!!
જયદેવ ઉનડકટ ની ઇંજરી ના કારણે ચેતન સાકરીયા ને રણજી ટ્રોફી માં સૌરાષ્ટ્ર તરફથી 2018 -19 ની સિઝન રમવાની તક મળી. ક્યારથી તાકી રહેલી તક મળતા જ તેને પોતાની ડેબ્યૂ મેચમાં જ ગુજરાત ની ટીમ ની વિરુદ્ધ 5 વિકેટ ઝડપી અને આખી ટુર્નામેન્ટમાં કુલ 29 વિકેટ ઝડપી હતી.
ફરીથી MRF space foundation માં ગયો હતો જેથી તે પોતાની રમત સુધારી શકે પણ ત્યાં તેને સ્ટ્રેસ ફેક્ટર ઈન્જરી ટ્રેનિંગ દરમિયાન થઇ હતી. તે છતાં ત્યારબાદની રણજી ટ્રોફી સિઝનમાં 12 વિકેટ લઈ શક્યો હતો અને તેને ફાઇનલ મેચ રમવાનો મોકો મળ્યો જ્યાં 1 વિકેટ લઈ સૌરાષ્ટ્રની જીતનો તે ભાગ બની શક્યો.
કોરોના ને કારણે ઘરેલું ક્રિકેટ લગભગ નહિવત થઇ ગયું હતું. તે છતાં પણ તેને મળેલી તકનો તેને ખૂબ સારો ફાયદો ઉઠાવ્યો. આખરે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માં ચેતને પાંચ મેચમાં ૧૨ વિકેટ ઝડપી છે,તેનો ઈકોનોમી રેટ 4.90 હતો. આ રમત Ipl talent scout નું ધ્યાન ખેંચવામાં તેને ફાયદારૂપ થઈ.
યુએઈમાં રમાયેલી IPL માં સાકરીયા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નેટ બોલર હતો.ત્યારબાદ તેને મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ માટે ટ્રાયલ આપ્યા હતા અને આખરે રાજસ્થાન રોયલ્સે તેને 1.20 કરોડમાં 2021 ની આઇપીએલ માટે ચેન્નઈ માં થયેલી મીની ઓક્ષન માં ફાઇનલ કર્યો હતો.
ટ્રેજેડી ની વાત તો હવે છે ! તેના નાના ભાઈએ Ipl auction પેહલા જ સુસાઈડ કરી લીધું હતું. ચેતનના પરિવારે લગભગ બે અઠવાડિયા સુધી તેના થયા બાદ છુપાઈ રાખી કારણકે ત્યારે તે પોતાની સૈયદ મુસ્તાક અલી મેચો પર ધ્યાન આપી રહ્યો હતો. પરંતુ એક દિવસ તેની માતા ફોન ઉપર રડી પડી અને ચેતન ને આખી વાત ની જાણ થઈ . એક અઠવાડિયા સુધી નાતો ચેતને કંઈ ખાધું ના તો કોઈની સાથે વાત કરી.
પણ આટલું મોટું દુઃખ જીરવી પણ તેને ક્રિકેટ ઉપર મહેનત ચાલુ રાખી અને સોમવારે થયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેણે માત્ર 31 રન આપી 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. કે એલ રાહુલ, મયંક અગ્રવાલ અને બોલર રિચાર્ડસન ની વિકેટ લીધી હતી.
ચેતન સાકરીયા આજે એક સફળ અને કરોડપતિ ક્રિકેટ સ્ટાર છે, પણ અહીં સુધી પહોંચવા માટે તેણે કરેલી મહેનત, સંઘર્ષ અને ત્યાગ અભૂતપૂર્વ છે.
Add comment