એક વર્ષથી વધુ સમય થી આપણા જીવન માં પ્રવેશેલો સૂક્ષ્મ અદ્રશ્ય શત્રુ એટલે આ COVID 19. કોરોના નામક રોગ જે ચેપી છે અને ઝડપથી એકબીજામાં પ્રવેશે છે તેથી લગભગ 3 મહિના સુધી દુનિયા સ્થિર થઇ ગઈ હતી , લોકોનું આર્થિક રીતે ખુબ નુકસાન થયું ,ઘણા લોકોએ સ્વજન ગુમાવ્યા, ઘણા લોકોએ નોકરી ધંધો ગુમાવ્યો . કેટલાય ને વર્ષોથી રહેતા શહેરો છોડીને જવું પડ્યું . શૈક્ષણિક નુકસાન પણ મોટા પાયે થયું છે. છતાં સર્વાઇવલ ઇન્સ્ટિંકટ ના સહારે માણસ દરેક પરિસ્થિતિને સામે થઇ જાય છે અને સમય સાથે તેમાંથી બહાર આવે છે. એજ રીતે ફેબ્રુઆરી મહિના સુધી લાગતું હતું કે જન જીવન સામાન્ય થઇ જશે. અને એકાદ વર્ષ પછી આર્થિક નુકસાન ને પણ પહોંચી વળાશે. વેક્સીન સૌથી મોટી આશા લઈને આવી હતી , પણ એવું કઈ થયું નહી અને જાણે કે સમયના કાળચક્ર માં લૂપ માં ફરતા હોઈએ એમ માર્ચ મહિનામાં સ્થિતિ ત્યાંજ આવી પહોંચી જ્યાં એક વર્ષ પેહલા હતી. અને હવે દિવસે ને દિવસે કથળી રહી છે ..
તમે ચારે કોર જોશો તો ડર નો માહોલ છે . લોકો સતત એક જ ચર્ચા કરી રહ્યા હોય છે , કોરોના કેસ ,માસ્ક,સેનિટાઇઝર,બચાવના ઉપાય , દવાઓ , વેક્સીન અને મૃત્યુ ના કિસ્સાઓ . દરેક ને આ ચર્ચાઓ થી કંટાળો એવો ગયો છે પણ સ્વાભાવિક પણે દરેક વ્યક્તિ આ જ ચર્ચા કરી રહયું છે અને પરિણામે ઉહાપોહ મચી ગયો છે . દરેક વ્યક્તિ કન્ફુઝડ છે , હજાર પ્રકરની શંકા -કુશન્કા, નુસ્ખાઓ , કામકાજ ની ચિંતા અને તેમાં પણ આંતરિક ભય, સ્વજનોઓની કાળજી. આપણે સહુ આ અપરિસ્થિતિ માં અટવાયેલા છીએ. તો હકીકતે કોરોના કદાચ 10 માંથી 2 વ્યક્તિને થતો હશે પણ 10 માંથી 8 લોકો પીડાઈ રહ્યા છે એક એવી બીમારી થી જે વધુ ખતરનાક છે ,જેનું નામ છે ‘હેલ્થ એન્ક્ઝાઈટી’ (Health Anxiety )
હેલ્થ એન્ક્ઝાઈટી એટલે માનસિક અસ્વસ્થતા અનુભવવી , સતત બેચેની માં રેહવું, સતત કંઈક થવાની શંકામાં જીવવું , ડર્યા કરવું . અત્યારની પરિસ્થિતિમાં વાત કરીએ તો “મને કોરોના તો નહિ થઇ જાય ને ?’ એ ચિન્તા માં રેહવું . બહાર ગયા હોઈએ તો કોને કોરોના હશે કોને નહિ વિચાર્યા કરવું , પોતાના બાળકો વડીલો ને કઈ થઇ તો નહીં જાય વિચર્યા કરવું , લોકડાઉન થશે તો શું થશે ? હવે દુનિયામાં શું થશે એવા વિચારોથી તાણ માં રેહવું . માહોલ એ રીતનો છે કે ડર હોવો સામાન્ય છે પણ તે ચિંતા માં અને પછી માનસિક અસ્વસ્થતા માં ના ફેલાય એ ધ્યાન રાખવું જરૂરી છે .
કોરોના રોગ હવે એક વર્ષ જૂનો છે , તેની સારવાર અને દવાઓ ઉપલબ્ધ થઇ રહી છે . સરકાર ના પ્રયાસો થી રસી પણ ઉપલબ્ધ છે અને 25 % લોકો મેળવી પણ ચુક્યા છે. ઉપરાંત અપને સહુ માસ્ક ,સ્નેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ ની મદદ થી કોરોના ને ફેલાતો અટકાવી શકીએ છીએ. તેથી કોરોના થી ડરવા કરતા સાવચેતી ની વધુ જરૂર છે . પણ એટલી જ જરૂર માનસિક સ્વસ્થ પાર ધ્યાન આપવાની પણ છે
એવા ઘણા કિસ્સા નોંધ્યા છે જેમાં સ્વજનો ની કોરોના ની ચિંતા માં હાર્ટએટેક થી જીવ ગુમાવ્યો હોય. હમણાં કોરોના ના ડરથી કે થયા બાદ આત્મહત્યા કરનારા લોકોના પણ કિસ્સા આવે છે . આ બંને પ્રકાર માં માનસિક તાણ જવાબદાર છે . ઉપરાંત કામ કાજ ધન્ધા થી ચિંતામાં પણ ઘણા લોકોએ એક વર્ષ માં જીવ ગુમાવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ અને બાળકો ડિપ્રેશન નો ભોગ બન્યા છે .તેથી સાવધ રેહવું જરૂરી છે , પોતે તો મન થી મક્કમ રેહવું , હકારાત્મક રેહવું પણ આસપાસ ના લોકો નું પણ ધ્યાન રાખવું જરૂરી છે .
કેવી રીતે જાણી શક્ય કે વ્યક્તિ હેલ્થ એન્કઝાઇટી નો શિકાર છે ?
- સતત કોરોના નો ચેપ લાગવાની બીક થી ટેંશન અનુભવવું
- પોતાના શરીરમાં કોરોના ના લક્ષણ છે કે નહિ તપસ્યા કરવું
- COVID 19 સિવાય કોઈ ટોપિક પર વાત ના કરવી
- ખુબ વાળું પ્રમાણમાં કોવીડ ના સમાચાર જોયા કે વાંચ્યા કરવા
- કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા છતાં વિશ્વાસ ના કરવો
- સતત કોરોના મહામારી વિષે એ હદે વિચાર્યા કરવું કે કામ માં પણ ધ્યાન ના રહે.
- ઊંઘ ના આવવી અને ખરાબ સપના આવવા
- જે પણ વ્યક્તિ ને મળો એ કોરોના વાયરસ આપશે તેમ વિચારવું
- હાથ સૅનેટાઇસર અને જંતુનાશક સ્પ્રે નો અતિશય અને વરંવાર ઉપયોગ
આ લક્ષણો ધરાવતી વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે માનસિક બેચેની અનુભવતી હોઈ શકે છે . જોકે હાલના સમય માં મોટભાગના લોકો એમાં થી પસાર થઇ રહ્યા છે . તેથી સહુએ એકબીજાની મદદ કરવી જરૂરી છે
શું કરવું જોઈએ ?
- સાવચેતીના પગલાં લઈને તેના પર વિશ્વાસ મુકવો
- અફવા ના ફેલાવાવી અને ના તો તેના ઝાંસા માં આવવું
- કોવિડ ની ઈન્ટરનેટ પર મળતી દરેક માહિતી પર વિશ્વાસ ના મુકવો
- શક્ય તઃ દિવસઃ માં એક જ વાર ન્યૂઝ વાંચવા કે જોવા .
- કામના સ્થળે કામમાં ધ્યાન પરોવવું અને ખોટી ચર્ચાઓથી બચવું
- સાંભળેલા કિસ્સાઓ ને બિનજરૂરી કેહવા નહિ ખાસ કરીને મૃત્યુ અંગેના કિસ્સાઓ
- કોરોના સિવાય ગમતી વાતો પર ચર્ચા કરવી અને બીજાને પણ તેમ કરવા પ્રેરિત કરવું
- હકારાત્મક અભિગમ રાખવો અને સારા વિચારો નું સિંચન કરવું
- આત્મવિશ્વાસ રાખવો અને ફેલાવવો
- માનસિક અસ્વસ્થતા જણાય તો વડીલો ની મદદ લેવી , મિત્રો સાથે વાત કરી લેવી
- તાણ મુક્ત રહેવા સતત કાર્યરત રેહવું , ક્રિએટિવ એકટીવીટી કરવી
- ધ્યાન અને યોગ ,કસરત નો અભ્યાસ કરી શકાય
જેમ અગાઉ વાત કરી એક વર્ષ માં ઘણું નુકસાન થયું છે તેમાં દરેક વ્યક્તિને માનસિક રીતે પણ ખુબ નુકસાન થયું છે અને થઇ રહ્યું છે. હતાશા અને ટેંશન એવી તકલીફો છે જે વ્યક્તિને કોઈ પણ શારીરિક રોગ કરતા વધુ નુકસાન પહોંચાડે છે. આપણે હંમેશા માનસિક સ્વાસ્થ્ય ને અવગણીએ છીએ પરંતુ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હકીકતે કોઈ પણ રોગ ને માત આપી શકે છે.પોઝિટિવ વિચારો ની તાકાત ખુબ વધુ હોય છે. સારા વિચારો અને હકરાત્મકતા ખુબ સારા પરિણામો આપે છે માટે હંમેશા તાણમુક્ત અને ખુશ રેહવું.પરિસ્થિતિ કયારેય એક સરખી રહેતી નથી.
Add comment