CitySpotlight

શું થઈ રહ્યું છે સુરતમાં ? કેવી રીતે સુરતમાં કોરોના આ હદે ફેલાઈ રહ્યો છે ?

ગઈકાલે સુરત શહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના મંત્રીમંડળ અને આરોગ્ય વિભાગના સચિવો સાથે ધસી ગયા હતા એ પરથી અંદાજ લગાવી શકાય છે કે સુરતમાં સ્થિતિ ગંભીર છે.

પણ સુરત શહેરમાં કોરોના નો કહેર વધ્યો કયા કારણે?.

રૂપાણીએ સુરત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલ ને તાત્કાલિક ધોરણે કોવિડ કામગીરી માટે ફાળવવામાં આવી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોના ના ‘નવા સ્ટ્રેન’ ને કારણે સુરતમાં સ્થિતિ કથળી રહી છે. આ નવા સ્ટ્રેન ના લક્ષણ અગાઉ કરતા ઘણા અલગ છે પરંતુ ચિંતાની વાત એ છે કે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે

મંગળવાર સાંજ સુધીમાં રાજ્યભરમાં 17 લોકોના કોરોના ના કારણે મૃત્યુ થયા હતા જેમાંથી સૌથી વધુ 7- 7 મૃત્યુ સુરત અને અમદાવાદમાં નોંધાયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ સંબંધિત કામગીરી કરતા અધિકારી ડોક્ટર નિમેષ શર્માના જણાવ્યા મુજબ ‘કોરોના નું નવું સ્ટ્રેન વધારે ચેપી છે અને એ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને કોરોના જોવા ના મળે એવું પણ બનતું હતું પરંતુ નવો સ્ટ્રેન વધુ ચેપી છે’.

ડોક્ટરોનું કહેવું છે કે વાયરસ હમેશા રૂપ બદલાતા રહે છે જેથી તે અલગ-અલગ સ્વરૂપે સામે આવે છે. સામાન્ય રીતે વાયરસ ના નવા સ્વરૂપ ની કાર્ય પ્રણાલી સરખીજ હોય છે પરંતુ તે ભિન્ન રીતે વર્તે છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લગભગ તમામ બેડ ભરાઈ ગયા છે અને નવા દર્દીઓ ને હવે જૂના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તો આ ઝડપે નવા કેસ નોંધાતા રહ્યા તો આવનારા ત્રણ દિવસમાં જૂની સિવિલ હોસ્પિટલ પણ ભરાઈ જશે અને નર્સની પણ અછત ઊભી થશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ અગાઉ કોરોના ના દર્દીઓ માં તાવ,ખાંસી,ગાળામાં બળતરા,ગભરામણ થવી, વિશ્વાસ ફૂલવો જેવા લક્ષણો આવતા હતા. પરંતુ નવા પ્રકારનાં પેટમાં દુખાવો,ઝાડા કે શરીરમાં કળતર, ભોજન પ્રત્યે અરૂચિ માથામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

આ લક્ષણો ખૂબ જ સામાન્ય છે અને તે પહેલા ના કોરોના ના લક્ષણ કરતા અલગ હોવાથી તેની અવગણના કરવામાં આવે છે. તેમજ લક્ષણ નહી હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ હોય શકે છે. તેના કારણે સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે.

અગાઉ પરિવારમાં એક જણ ને કોરોના થયો હોય તો અન્ય ન પણ થાય તેવું બનતું હતું પરંતુ હવે આખા પરિવાર કોરોના ગ્રસ્ત બન્યા હોય તેવા કેસ આવી રહ્યા છે.

સુરતમાં કોરોના ફેલાવા પાછળ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન ની કામગીરી માં રહી ગયેલી ઉણપ ને પણ  જવાબદાર માનવામાં આવે છે. 

સુરતના સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધો અને સહ બિમારી વાળા દર્દીઓને દાખલ કરવામાં આવે છે તથા હળવા લક્ષણ વાળા દર્દીઓને ઘરે જ આઈસોલેશનમાં રહેવા જણાવવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં દર્દી ઘરે આઇસોલેશનમા ન રહ્યા હોય એમ પણ બન્યું છે અને તેમના પર કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નહતી જેથી લોકોમાં બેદરકારી વધવા પામી છે.

અગાઉ જે રીતે કન્ટેન્ટમેન્ટ ઝોન વિભાજન થતું અને તેનો અમલ અસરકારક રીતે થતો એમા ઢીલ આવી ગઈ હતી.

ગઈકાલ સુધી સુરતમાં 3965 એક્ટિવ કેસ છે.અને 38568 લોકો હોમ કવોરન્ટાઇન છે.

આ પરિસ્થિતિને જોતા સુરતમાં ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સ્થિતિને જોતા કોરોના ના કેસ હજુ પણ વધી શકે છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે.

“પોઝીટીવ વિચારોની તાકાત”

સુરત એક વ્યાપારી શહેર છે,મહારાષ્ટ્રના અનેક શહેરો વચ્ચે વ્યાપાર ના કારણે લોકોની આવ જા રહે છે. મહારાષ્ટ્રમાં પણ આંશિક લોકડાઉન ના કારણે કામ કરી રહેલા ગુજરાતીઓ વતન પાછા ફરી રહ્યા છે.એવામાં સુરત એરપોર્ટ, સ્ટેશન, બસ સ્ટેશન ઉપરાંત ટોલનાકા ઉપર બહારથી આવનારા લોકો ના ટેસ્ટ કરવાની કામગીરી અસરકારક રીતે નથી થઈ રહી છે જેના કારણે ચેપ ફેલાવાની પ્રક્રિયા ઝડપી બની છે.

એક નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સુરતમાં કોરોના ના કેસો જોવા મળેલો ઉછાળો મુંબઇ તરફ થતી અવર જવરના કારણે થયો હોવાની પુરેપુરી શક્યતા છે.જણાવ્યું હતું કે હાલ ડબલ મુટેશન ના બે વેરિયન્ટ જોવા મળ્યા છે .આવા દર્દીની વધારે તપાસ કરવી જોઈએ જેથી તેનાથી કેટલો વધારે ખતરો છે તે જાણી શકાય અને તેના પર રસી કેટલી અસરકારક છે તે પણ જાણી શકાય.

આ પરિસ્થિતિમાં દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. તેમજ માસ્ક અને સેનિટાઇઝર નો સતત ઉપયોગ કરીને કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા ની જરૂર છે.

તો ગુજરાતમાં લાગી શકે છે 3-4 દિવસનું લોકડાઉન ! શું છે આ આખી વિગત?

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.