CitySpotlight

તો ગુજરાતમાં લાગી શકે છે 3-4 દિવસનું લોકડાઉન ! શું છે આ આખી વિગત?

છેલ્લા કેટલાક દિવસથી અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ થયા બાદ ગુજરાતના ચારેય મહાનગરો માં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો છે . કહેવાય છે કે અમદાવાદ વડોદરા અને સુરત માં દર 100 વ્યકિતએ 20 લોકો કોરોનગ્રસ્ત છે . સરકારી આંકડાઓ ભ્રામક છે. સરકારે પૂર જોશ માં વેક્સિનેશન ચાલુ રાખ્યું છે પણ બીજી તરફ કોરોના પોઝિટિવ લોકો ના આંકડા સતત વધી રહ્યાં છે.

એવામાં ગુજરાત હાઇકોર્ટ પરિસ્થિતિનું અવલોકન કરીને કેટલાક નિર્દેશ બહાર પડ્યા છે .

જેમાં સૌથી વધુ મહત્વનું છે કે હાઇકોર્ટ દ્વારા કોરોના ની ચેઇન ને તોડવા 3 થી 4 દિવસ ના લોકડાઉંન માટે નિર્દેશ કરાયો છે .હાલની સ્થિતિએ લૉકડાઉન જરૂરી હોવાનું અવલોકન હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે .

હાઇકોર્ટે વિકએન્ડ કર્ફ્યૂ બાબતે જરૂરી નિર્ણય લેવા ટકોર કરી છે

જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા હાઈકોર્ટે ટકોર કરી છે .રાજકીય ,સામાજિક મેળાવડા પર વધુ નિયંત્રણો લાદવાની પણ ટકોર કરવામાં આવી છે

આ સંજોગો માં કોરોનાના કેસો વઘતા ગુજરાતમાં ગાંધીનગર મનપાની ચૂંટણીઓ પાછી ખેંચાઈ શકે છે.

હાઇકોર્ટે ગુજરાત સરકાર ને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા નિર્દેશ કર્યો છે. સંક્રમણ માં મૃત્યુ દર પણ વધી રહ્યો છે આથી સરકાર ને કોરોના સંક્રમણ અટકાવવા ની કામગીરી તરફ પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જણાવાયું છે .

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે હાઈપાવર કમિટીની બેઠકમાં નિર્દેશ અંગે નિર્ણય કરાશે.વિસ્તૃત અભ્યાસ કરી રાજ્યસરકાર નિર્ણય લેશે .

કોરોના સામે લાડવા માટે CM રૂપાણીજી એ લીધા આ 5 મહત્વ ના નિર્ણય, 1 રૂપિયામાં મળશે માસ્ક

પણ હાલની પરિસ્થિતિ જોતા નિયમોનું સખત પાલન આવશ્યક છે.

આગામી દિવસો માં હવે સરકાર આ અંગે શું નિર્ણય લે છે એ જોવું મહત્વનું રહેશે .

તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવો.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.