CitySpotlight

કોરોના સામે લાડવા માટે CM રૂપાણીજી એ લીધા આ 5 મહત્વ ના નિર્ણય, 1 રૂપિયામાં મળશે માસ્ક

ગુજરાતમાં કોરોના નો કહેર હવે હાથ બહાર જતો જણાય છે. આજે સત્તાવાર આંકડા પ્રમાણે 3100 ની ઉપર કેસ નોંધાયા છે. તેથી મુખ્યમંત્રી (CM Vijay Rupani ) અને ડે. સીએમ ની અધ્યક્ષતા માં બેઠક મળી હતી

  • જેમાં ઓક્સિજન ઉત્પાદકોને સરકારે આદેશ કર્યો છે કે, ઓક્સિજનનો 60% સપ્લાય આરોગ્ય ક્ષેત્રને આપવાનો રહેશે
  • આ ઉપરાંત 8 મહાનગરોમાં 500 બેડની હોસ્પિટલ શરૂ કરાશે. આ માટે 8 IAS – IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
  • ખાનગી હોસ્પિટલ પણ કોવિડ સેન્ટર શરૂ કરી શકશે. અને દૈનિક 1500થી 2000નો ચાર્જ લઈ શકશે.
  • આ ઉપરાંત SVP, અસારવા- સોલા સિવિલથી રેમડેસીવીર મળશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓક્સિજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓક્સિજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે. રાજ્યના 8 મોટા મહાનગરોમાં 500-500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અને તેના સમગ્ર સુપરવિઝન-સંકલન માટે 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2000, કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ 1500 ચાર્જ

પ્રાઈવેટ નર્સિંગ હોમ-ક્લિનિક્સ માં ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય અલગ થી ફાળવેલ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.

કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ 1500 ચાર્જ લઇ શકાશે.પણ આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી.

શું થઈ રહ્યું છે સુરતમાં ? કેવી રીતે સુરતમાં કોરોના આ હદે ફેલાઈ રહ્યો છે ?

સિવિલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડીસીવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે બેઝિક કિંમત ના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.

આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની કિંમતે નાગરિકોને મળતા થશે.

Add comment

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.